"સેક્સ અને બિકિની ઠીક છે, પણ કિસ તો નહીં જ"

Published: 14th December, 2011 09:16 IST

બિપાશા બાસુએ તેની અત્યાર સુધીની કરીઅરમાં ઘણાં બોલ્ડ દૃશ્યો કર્યાં છે. ‘જિસ્મ’થી માંડીને ૬ જાન્યુઆરીએ રિલીઝ થતી ‘પ્લેયર્સ’ સુધીમાં તેણે રોલની જરૂરિયાતને સમજીને આ પ્રકારનાં દૃશ્યો કરવા માટે હા પાડી છે.

 

જોકે તેણે કહ્યું છે કે ફિલ્મોમાં જ્યારે કિસ કરવાની હોય છે ત્યારે તે ઘણી નર્વસ થઈ જાય છે અને ઘણી વખત તેણે કોશિશ કરી છે કે ડિરેક્ટરને અથવા પ્રોડ્યુસરને સમજાવી શકે કે આ પ્રકારનાં દૃશ્યો ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવે.

બિપાશાએ જૉન એબ્રાહમ સાથેની ‘જિસ્મ’માં જ્યારે બોલ્ડ દૃશ્યો કર્યાં હતાં ત્યારથી તે બધાની નજરમાં આવી ગઈ હતી. આ ફિલ્મમાં તેણે પોતાના માટે કોઈ મર્યાદા નહોતી રાખી. જોકે તેના કહેવા પ્રમાણે આ ફિલ્મમાં પણ તે કિસિંગ-સીનથી બને એટલી દૂર જ રહેવા માગતી હતી. આ ઉપરાંત તેણે ‘બચના અય હસીનોં’માં રણબીરને પણ કિસ કરી છે. તેના કહેવા પ્રમાણે તેણે યશરાજના આદિત્ય ચોપડા અને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદને સમજાવી જોયા હતા, પણ તેમણે સીન બદલવાની તૈયારી નહોતી બતાવી.

બિપાશા માને છે કે તે ‘અપહરણ’ અથવા ‘લમ્હા’માં કરેલા રોલ અને ‘રેસ’ કે ‘પ્લેયર્સ’માં કરેલા રોલ વચ્ચે કોઈ તફાવત નથી જોતી તથા બન્ને પ્રકારના રોલ આસાનીથી કરી શકે છે, પણ કિસ માટેની તેની શરમ હજી ગઈ નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK