બૉલીવુડનું નવું કપલ બિપાશા અને રાણા?

Published: 27th September, 2011 20:33 IST

પૅરિસ હિલ્ટન માટે જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલમાં યોજાયેલી પાર્ટીમાં મોટા ભાગના બૉલીવુડે આવવાનું ટાYયું હતું, પણ જેટલા હાજર રહ્યા હતા એમાં સૌથી મોટી સરપ્રાઇઝ બિપાશા બાસુ તરફથી મળી હતી. પાર્ટીમાં એન્ટર થઈ ત્યારથી ગઈ ત્યાં સુધી તે ‘દમ મારો દમ’ના કો-સ્ટાર રાણા દગુબટ્ટી સાથે જ જોવા મળી હતી.

 

 

પૅરિસ હિલ્ટન માટે યોજાયેલી પાર્ટીમાં લગભગ આખો સમય સાથે ગાળ્યો ત્યારથી આ ચર્ચાએ પકડ્યું જોર

બૉલીવુડમાં અંદરોઅંદર હવે એવી ચર્ચા શરૂ થઈ છે કે રાણા અને બિપાશા પોતાના પ્રેમસંબંધને જાહેર કરી રહ્યાં છે. ‘દમ મારો દમ’ના શૂટિંગ સમયથી જ તેમની કેમિસ્ટ્રી અને મિત્રતા વિશે ઘણી વાતચીત થઈ રહી હતી. આ ઉપરાંત જૉન સાથે થયેલા બ્રેક-અપ બાદ બિપાશા ઘણા સાથે લિન્ક થઈ ચૂકેલી હતી અને એમાં રાણા દગુબટ્ટી અને શાહિદ કપૂર સાથેની તેની મિત્રતા સૌથી અંગત ગણવામાં આવી રહી હતી. જોકે પાર્ટીમાં તેઓ આખો સમય સાથે રહ્યાં હતાં અને બિપાશાએ પાર્ટીમાં એટલું પી લીધું હતું કે રાણા દગુબટ્ટીએ જ તેને સહારો આપવો પડ્યો હતો.


બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઓ જેમ કે સોનાક્ષી સિંહા, નીલ નીતિન મુકેશ, અજુર્ન રામપાલ, અભય દેઓલ, ઇમરાન ખાન અને ડિનો મોરિયાને આ પાર્ટીમાં બોલાવવામાં આવ્યાં હતાં. જોકે તેઓ હાજર ન રહી શક્યાં એની પાછળનું એક કારણ એ જ રાત્રે અનિલ કપૂરના પપ્પા સુરિન્દર કપૂરના અવસાનને પણ ગણી શકાય. પાર્ટીમાં હાજર સેલિબ્રિટીઓમાં બિપાશા-રાણા સિવાય સુસ્મિતા સેન, કંગના રનૌત અને ગુલ પનાગનો સમાવેશ હતો.

 

 

 

 


બિપાશાની સેવામાં : પૅરિસ હિલ્ટન માટેની પાર્ટીમાં બિપાશા અને તેની ફ્રેન્ડ્સની તસવીર પાડતો રાણા દગુબટ્ટી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK