બિપાશા બાસુને તાજેતરમાં ખબર પડી કે તેનું વજન ચાર કિલો જેટલું વધી ગયું છે. આને કારણે ફિટનેસપ્રેમી બિપાશાની ચિંતા ખૂબ વધી ગઈ છે અને તે શક્ય એટલી વહેલી તકે તેનું આ વધારાનું ચાર કિલો વજન ઉતારવા માગે છે.
આ વિશે વાત કરતાં બિપાશાની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘થોડા સમય પહેલાં બિપાશાની તબિયત ખરાબ હતી એને કારણે તેણે ઍન્ટિબાયોટિક્સના ડોઝ પર રહેવું પડ્યું હતું. આ માંદગીને કારણે તેનું ચાર કિલો જેટલું વજન વધી ગયું હતું અને હવે તે કોઈ પણ ભોગે આ વજન ઉતારવા માગે છે. વજન ઘટાડવા માટે તેણે પોતાના ડાયટમાં ભારે પરિવર્તન કર્યું છે. તે કોઈ પણ ભોગે આ વજન ઘટાડવા માગતી હોવાથી તેણે જિમમાં એક્સરસાઇઝ કરવાના સમયમાં વધારો કરી દીધો છે.’
Rujuta Diwekar: કરીનાની ઝીરો ફિગર બનાવનાર સેલિબ્રિટી ડાયેટિશ્યનને ગુજરાતી ફુડ ગમે છે
19th September, 2020 13:24 ISTશું બૉલીવુડની આ હૉટ જોડી બાળક દત્તક લેવાનું વિચારી રહી છે? વાંચો
16th August, 2020 15:16 ISTરોનાલ્ડો અને બિપાશાની Kiss કરતી તસવીર વાઈરલ, ફૅન્સ પૂછી રહ્યા છે આવા સવાલ
24th July, 2020 11:35 IST