આ વર્ષે દુર્ગાપૂજાની ઉજવણી માટે બિપાશા ઊપડી ગઈ છે કલકત્તા

Published: 21st October, 2012 05:10 IST

ગયા વર્ષે તેની આ ઇચ્છા વ્યસ્ત શેડ્યુલને કારણે અધૂરી રહી ગઈ હતીબૉલીવુડમાં બિપાશા બાસુ પોતાની જાતને પાક્કી બંગાળણ ગણાવે છે અને હાલમાં જ્યારે આખું પશ્ચિમબંગ દુર્ગાપૂજાની ઉજવણીના રંગમાં રંગાઈ ગયું છે ત્યારે બિપાશા આ ઉત્સવની મજા માણવા પોતાના વતન કલકત્તા ઊપડી ગઈ છે. બિપાશા ગયા વર્ષે પોતાના વ્યસ્ત શેડ્યુલને કારણે કલકત્તામાં દુર્ગાપૂજાની ઉજવણી કરવાની પોતાની ઇચ્છા પૂરી નહોતી કરી શકી એટલે તે આ વર્ષે બધી કસર પૂરી કરવા માગે છે. જોકે બિપાશા મંગળવારે પાછી આવવાની છે. તે પોતાની આ મુલાકાત દરમ્યાન દક્ષિણ કલકત્તામાં આવેલા કાલીઘાટ જઈને પ્રાર્થના કરશે.

બિપાશાની આ મુલાકાત વિશે વાત કરતાં તેની નજીકની એક મિત્ર કહે છે, ‘બિપાશા આ વર્ષે દુર્ગાપૂજા વખતે પોતાના પરિવાર સાથે સમય ગાળવા માગતી હતી. તેને આખા વર્ષમાં આ એકમાત્ર તહેવાર જ બહુ ગમે છે. તેણે પોતાનું બાળપણ કલકત્તામાં પસાર કર્યું હોવાથી આ તહેવાર સાથે તેની ઘણી સુખદ સ્મૃતિઓ જોડાયેલી છે.’

બિપાશાને એ વિશે પૂછતાં તેણે કલકત્તા પહોંચવાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું, ‘હું સાતમ અને આઠમનો દિવસ મારા નિકટના પરિવારજનો અને ખાસ મિત્રો સાથે પસાર કરવા માગું છું. હું આ વર્ષે પૂજા માટે કલકત્તા આવી છું એટલે મારી માતા બહુ ખુશ છે. મને આશા છે કે આ વર્ષે મને મારા બાળપણની જેમ જ પંડાલમાં બેસીને આવતી-જતી ભીડને જોવાનો લહાવો મળશે.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK