શૌકીનનું આકર્ષણ બિપાશા?

Published: 29th December, 2011 05:47 IST

૧૯૮૨માં આવેલી અશોક કુમાર, ઉત્પલ દત્ત, એ. કે. હંગલ, મિથુન ચક્રવર્તી અને રતિ અãગ્નહોત્રીને ચમકાવતી કૉમેડી ફિલ્મ ‘શૌકીન’ની રીમેક બનાવવાનું પ્લાનિંગ ઘણા સમયથી ચાલી રહ્યું છે.

 

આ ફિલ્મ સાથે જ ટીવીકલાકાર અને ‘શૂટઆઉટ ઍટ લોખંડવાલા’માં મહત્વપૂર્ણ રોલ કરનારો રોહિત રૉય ડિરેક્ટર તરીકે મોટા બજેટની ફિલ્મ બનાવશે અને તેની ઇચ્છા આ રીમેકમાં મૂળ ફિલ્મમાં રતિ અãગ્નહોત્રીએ કરેલા રોલમાં બિપાશા બાસુને લેવાની છે.

રોહિતે એ માટે બિપાશાને સ્ક્રિપ્ટ પણ વાંચવા આપી છે અને કહેવામાં આવે છે કે બિપાશાને આ રોલ ખૂબ જ પસંદ પડ્યો છે.

સ્વભાવે યુવાન ત્રણ વૃદ્ધો અને એક યંગ કપલની આ ફિલ્મ બાસુ ચૅટરજીએ બનાવી હતી અને રોહિતે રીમેક માટેના રાઇટ્સ પણ મેળવી લીધા છે. તેની ઇચ્છા પહેલાંથી બિપાશા જેવી જ કોઈ ગ્લૅમરસ ઍક્ટ્રેસ આ રોલ કરે એવી હતી. મૂળ ફિલ્મમાં ત્રણ વૃદ્ધોએ કરેલા રોલમાં તેણે રિશી કપૂર, નસીરુદ્દીન શાહ અને બમન ઈરાનીને ફાઇનલ કર્યા છે. જોકે મિથુન ચક્રવર્તીના રોલમાં તે કોને લેશે એ બાબતે હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

ફિલ્મનું શૂટિંગ મલેશિયા અને સિંગાપોરમાં મે ૨૦૧૨થી શરૂ કરવાની રોહિતની ઇચ્છા છે.

‘શૌકીન’ની સ્ટોરી

એકલવાયું જીવન જીવતા ત્રણ વૃદ્ધ મિત્રો થોડો સમય સાથે વિતાવવા વેકેશન પર જવાનો પ્લાન કરે છે. તેઓ જે ડ્રાઇવર સાથે જવાનું નક્કી કરે છે તે આ ત્રણેય મિત્રોને ગોવા જવા માટે મનાવે છે, કારણ કે તેની ગર્લફ્રેન્ડ ગોવાની ક્લબમાં ડાન્સર-સિંગર હોય છે. જોકે આ ત્રણેય વૃદ્ધ મિત્રો તે યુવતીથી આકર્ષાય છે અને પોતાની રીતે તેને પ્રભાવિત કરવાની કોશિશ કરે છે. એમાં જે સંજોગો ઊભા થાય છે એના પરની આ કૉમેડી ફિલ્મ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK