લગ્ન પહેલાં હર્મનની સાથે નથી રહેવું બિપાશાને

Published: 9th October, 2014 05:06 IST

આજકાલ લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું સામાન્ય બની ગયું છે. સૌથી સફળ રિલેશનશિપના દાખલા તરીકે  સૈફ અલી ખાન અને કરીના કપૂરના સંબંધો ગણી શકાય, જેમણે લગ્ન પહેલાં સાથે રહેવામાં કોઈની દરકાર નહોતી કરી.

એમ જાણવા મળે છે કે ટૂંક સમયમાં રણબીર કપૂર અને કૅટરિના પણ લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કરવાનો વિચાર કરી રહ્યાં છે. જોકે બૉલીવુડનું અન્ય એક કપલ લિવ-ઇન રિલેશનશિપમાં નથી માનતું એમ જાણવા મળે છે. આ કપલ બિપાશા બાસુ અને હર્મન બાવેજા છે. તેમણે તેમની વચ્ચેના સંબંધોનો જાહેરમાં એકરાર કરીને લગ્ન કરવાની ઇચ્છા દર્શાવ્યા છતાં તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું નથી વિચારી રહ્યાં.

બિપાશા બાસુ કહે છે, ‘મારા પેરન્ટ્સને મારા પ્રત્યે વિશ્વાસ છે. તેઓ મારા નિર્ણયોને સ્વીકારે છે, પરંતુ લિવ-ઇન રિલેશનશિપમાં હું નથી માનતી. મારો ઉછેર એકદમ પરંપરાગત રીતે થયો છે. જોકે અમને અમારી જિંદગી અમારી રીતે જીવવાની સ્વતંત્રતા મળી હતી અને અમારા નિર્ણયો અમે જાતે લીધા છે. આ સાથે જ હું મારા પેરન્ટ્સની જેમ સફળ લગ્નજીવન જીવવાની અપેક્ષા રાખું છું. એક લગ્નજીવનને સફળ બનાવવા બે સ્થિર પ્રકૃતિની, પરસ્પર પ્રત્યે માન અને વિશ્વાસ ધરાવતી વ્યક્તિઓની જરૂર હોય છે. લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાથી સફળ દામ્પત્યની કોઈ ખાતરી નથી મળતી.’
બિપાશા માને છે કે હર્મનમાં તેને આદર્શ જીવનસાથી મળ્યો છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK