આ ગ્રામ્ય સ્ટાઇલના નવા ઘરમાં પાણીનો પુરવઠો એમાં જ છ ફૂટ ઊંડો ગાળવામાં આવ્યો છે અને વીજળીને બદલે ફાનસથી ફેલાવવામાં આવશે પ્રકાશ
આ સીઝનમાં ‘બિગ બૉસ’ના શોની ટૅગલાઇન ‘અલગ છે’ અને આ ટૅગલાઇનને ધ્યાનમાં રાખીને અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ શો માટે લોનાવલામાં બિગ બૉસ હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે અને આ ઘરની બાજુમાં સાવ ગામડાનું હોય એવું માટીનું બનેલું ખોરડું તૈયાર કરવામાં આવ્યું છે જેમાં નવા સ્પર્ધકો આવશે જે ‘બિગ બૉસ’ના આ ઘરના સ્પર્ધકોને કંપની આપશે. આ ૧૦,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું બીજું ઘર મૂળ ઘરની સાઇઝના ચોથા ભાગનું પણ નથી અને એમાં નવા સ્પર્ધકોએ સર્વાઇવ થવું પડશે. જૂના ઘરમાં ઍર કન્ડિશન્ડ અને આધુનિક કિચનનાં સાધનો જેવી જે વ્યવસ્થા છે એનો નવા ઘરમાં સદંતર અભાવ છે જેના કારણે એમાં રહેનારી વ્યક્તિએ ગ્રામ્ય જીવન જેવો જ અનુભવ કરવો પડશે. આ નવા ઘરમાં પાણીનો પુરવઠો એમાં જ છ ફૂટ ઊંડો ગાળવામાં આવ્યો છે અને વીજળીને બદલે ફાનસથી પ્રકાશ ફેલાવવામાં આવશે. જોકે આમ છતાં આ ઘરના સ્પર્ધકો ઉપર ૧૫ જેટલા ક્લોઝ્ડ-સર્કિટ કૅમેરા સતત નજર રાખશે. ખબર પડી છે કે જે સ્પર્ધકોની ‘બિગ બૉસ’ના મૂળ ઘરમાંથી હકાલપટ્ટી થશે તેને પોતાની જાતને પુરવાર કરવા માટે આ ગ્રામ્ય ઘરમાં રહેવાની એક તક આપવામાં આવશે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK