Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: લોનાવલામાં નહીં અહીંયા બનશે બિગ બૉસ હાઉસ

Bigg Boss 13: લોનાવલામાં નહીં અહીંયા બનશે બિગ બૉસ હાઉસ

31 July, 2019 04:54 PM IST | મુંબઈ

Bigg Boss 13: લોનાવલામાં નહીં અહીંયા બનશે બિગ બૉસ હાઉસ

સલમાન ખાન

સલમાન ખાન


ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત રિયાલિટી શૉ બિગ બૉસ 13 સપ્ટેમ્બરમાં શરૂ થશે. 13મી સીઝનમાં શૉની થીમ, ઘરનું લોકેશનના સાથે શૉના ટાઈમિંગમાં બદલાવ કરવામાં આવ્યો છે.

બિગ બૉસની છેલ્લી સીઝનમાં બિગ બૉસ હાઉસનું લોકેશન લોનાવલામાં રાખવામાં આવ્યું હતું, પરંતુ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું કે આ વર્ષે એને બદલીને મુંબઈમાં રાખવામાં આવશે. આ શૉનું લોકેશન બદલવાનું બે કારણ છે, પહેલુ કારણ એ છે કે શૉના હોસ્ટ સલમાન ખાન જલદી જ પોતાની આગામી ફિલ્મોની શૂટિંગ શરૂ કરવાના છે. એવામાં ટ્રાવેલ કરવાથી બચવા માટે લોકેશનમાં બદલાવ કરવામાં આવ્યો છે. બીજું કારણ આ શૉના બજેટને લઈને બતાવવામાં આવ્યું છે. જો શૂટિંગ મુંબઈમાં થાય છે તો ક્રૂના રહેવાનો અને આવવા-જવાનો ખર્ચો બચશે.



આ સીઝનને પહેલાથી વધારે ધમાકેદાર બનાવવા માટે શૉની હૉરર થીમ કરવામાં આવી છે. એની સાથે જ પ્રાઈમ ટાઈમ 9-10 વાગ્યે પ્રસારિત થવાના બદલે 10થી 11 વાગ્યેનો સ્લૉટ આપવામાં આવ્યો છે.


આ પણ વાંચો : Karishma Tanna: 'સંજુ' ફિલ્મની આ એક્ટ્રેસ છે આટલી ગોર્જિયસ, જુઓ ફોટોઝ

શૉને 29 સપ્ટેમ્બરથી ઑનએર કરવામાં આવશે. શૉને દર વખતની જેમ સલમાન ખાન પોતાના અંદાજમાં હોસ્ટ કરતા નજર આવશે. ઘણા દિવસોથી સ્પર્ધકોના નામની અટકળો કરવામાં આવી રહી છે, જેમાં કરણ પટેલ, આદિત્ય નારાયણ, મિહીકા શર્મા અને દેવોલિના જેવી અનેક હસ્તીઓનાં નામ બહાર આવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2019 04:54 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK