બિગ-બૉસની એક્સ કન્ટેસ્ટન્ટ 52 વર્ષે કરવા જઈ રહી છે ચોથા લગ્ન, કહી આ વાત

Published: Jun 02, 2020, 13:17 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હૉલીવુડ એક્ટ્રેસ અને બિગ-બૉસ 4ની એક્સ કન્ટેસ્ટન્ટ પામેલા એન્ડરસન હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. એણે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

પામેલા એન્ડરસન
પામેલા એન્ડરસન

હૉલીવુડ એક્ટ્રેસ અને બિગ-બૉસ 4ની એક્સ કન્ટેસ્ટન્ટ પામેલા એન્ડરસન હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. એણે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. પામેલાના પહેલા ત્રણ લગ્ન અસફળ રહ્યા છે. હવે તે પાછી ચોથી વાર લગ્ન કરવા માંગે છે. જ્યારે ઈન્ટરવ્યૂમાં પામેલા એન્ડરસનને પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી લગ્ન કરવા માંગે છે તો એમણે કહ્યું કે, બસ એક વાર, ભગવાન. બસ એકવાર હજી.

 
 
 
View this post on Instagram

Nothing is secure ... 🌸

A post shared by Pamela Anderson 🌸 (@pamelaanderson) onMay 31, 2020 at 1:30pm PDT

પામેલા એન્ડરસન પોતાના ભૂતકાળના રિલેશનશિપ વિશે જણાવતા કહે છે કે, ભગવાનનો આભાર છે કે આ બન્યુ, જે રીતે થવાનું હતું અને હું અહીંયા ખુશ છું. મારા ત્રણ વાર લગ્ન થયા છે. લોકોને લાગે છે મારા પાંચ લગ્ન થયા છે, પણ ખબર નહીં કેમ. મારા ત્રણ લગ્ન થયા છે. મારા લગ્ન ટૉમી લી સાથે થયા છે. બૉબ રિચી સાથે થયા અને રિક સોલોમનથી થયા છે. મને ખબર છે કે આ બહુ બધા લગ્ન છે, પરંતુ આ પાંચથી ઓછા જ છે. હવે ચોથી વારના લગ્ન વિશે વાત કરતા પામેલા કહે છે, ભગવાન બસ એકવાર હજી લગ્ન કરવા છે. ફક્ત એકવાર બસ.

52 વર્ષીય પામેલા એન્ડરસન એના જૉન પીટર્સ સાથેના પોતાના રિલેશનશિપ વિશે વાત કરી અને એમણે કહ્યું, મારા લગ્ન હજી થયા નથી અને હું રોમાન્ટિક પણ નથી. સાથે મને લાગે છે કે હું એક સરળ ટાર્ગેટ પણ હતી. મને લાગે છે કે લોકો ડરમાં જીવી રહ્યા છે. મને કઈ જ ખબર નથી કે આ બધુ શેના વિશે છે, પરંતુ મારું માનવું છે કે ડર આમા ડર ઘણી રમત રમે છે. આ એક નાના ક્ષણ જેવું છે. એક ક્ષણ જે આવે છે અને જાય છે. પરંતુ તેમાં કોઈ લગ્ન નથી થતા અને કઈ પણ નથી થતું. એવું લાગે છે કે જેમ કઈ થયું જ નથી. જણાવી દઈએ કે હૉલીવુડ ફિલ્મોની સાથે પામેલે એન્ડરસને બિગ-બૉસ 4ના દ્વારા પણ પોતાની ઓળખ બનાવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK