Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: શિલ્પા શિન્દેએ સિદ્ઘાર્થ શુક્લા વિશે કર્યો આ ખુલાસો...

Bigg Boss 13: શિલ્પા શિન્દેએ સિદ્ઘાર્થ શુક્લા વિશે કર્યો આ ખુલાસો...

15 February, 2020 05:06 PM IST | Mumbai Desk

Bigg Boss 13: શિલ્પા શિન્દેએ સિદ્ઘાર્થ શુક્લા વિશે કર્યો આ ખુલાસો...

Bigg Boss 13: શિલ્પા શિન્દેએ સિદ્ઘાર્થ શુક્લા વિશે કર્યો આ ખુલાસો...


બિગબૉસનો ફિનાલે શનિવારે થવાનો છે. આ દરમિયાન એક્સ બિગબૉસની વિનર શિલ્પા શિંદેએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આમાં શિલ્પા શિંદેએ સ્વીકાર કર્યો છે કે તેનો સિદ્ધાર્થ શુક્લા સાથે અફેર હતો અને સિદ્ધાર્થ શુક્લાનો તેના પ્રત્યે વ્યવહાર ખૂબ જ ડિમાન્ડિંગ, અપમાનજનક અને શારીરિક રૂપે આક્રમક હતો. તેણે માગ કરી છે કે તેના જેવો વ્યક્તિ આ શૉ ન જીતી શકે.

બિગબૉસ 13નો ફિનાલે આજે છે. દરેક પોતાના ગમતાં કોન્ટેસ્ટન્ટને જીતાડવા માટે જોર લગાડી રહ્યા છે પણ આ હાઇ-એનર્જી ડ્રામા વચ્ચે સ્પૉટ બૉયને આપેલા ઇન્ટરવ્યૂમાં શિલ્પા શિંદેએ સિદ્ધાર્થ શુક્લા અને તેના વચ્ચેના અફેર બાબતે પોતાની વાત કહી છે.




શિલ્પા શિંદે પણ બિગબૉસની વિનર રહી ચૂકી છે. આ વિશે પૂછવા પર શિલ્પા શિંદેએ કહ્યું, "હા, અમારી વચ્ચે અફેર હતું અને સિદ્ધાર્થ શુક્લા આ સંબંધમાં એક ખૂબ જ અપમાનિત કરનારો અને આક્રમક વ્યક્તિ હતો. તે મને મારતો પણ હતો."


શિલ્પાને આ જોઇને ગુસ્સો આવ્યો કે આટલા બધાં ચાહકો તેની માટે ચિયર કરી રહ્યા છે અને આ વાતની ખૂબ જ વધારે શક્યતાઓ છે કે તે વિનરની ટ્રૉફીને પોતાની સાથે ઘરે લઈ જાય.

શિલ્પાએ આગળ કહ્યું, "હું હકીકતે આવું નથી ઇચ્છતી. સિદ્ધાર્થ જેવો વ્યક્તિ આ શૉ ન જીતવો જોઇએ. આ ખૂબ જ ખોટું થશે. તે આના લાયક નથી, તે આ ટાઇટલ માટે લાયક નથી." શિલ્પા શિંદેના આ ખુલાસા પર લોકો કેટલો વિશ્વાસ કરે છે આ જોવા જેવી વાત હશે.

સિદ્ધાર્થ શુક્લા છેલ્લા 140 દિવસોથી બિગબૉસના ઘરમાં છે અને કેટલીય એવી તક આવી, જ્યારે તે ગુસ્સે પણ થયો છે. દર્શકોએ પોતાની આંખે જોયું છે અને આજે તે વિનર બનવાની ખૂબ જ નજીક છે. એવામાં શિલ્પા શિંદેના ખુલાસાના ટાઇમિંગને લઈને લોકો તેને જ ટાર્ગેટ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2020 05:06 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK