Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss Day 1 Highlights: પહેલા જ દિવસે કંટેસ્ટંટ્સ વચ્ચે થયો ઝઘડો

Bigg Boss Day 1 Highlights: પહેલા જ દિવસે કંટેસ્ટંટ્સ વચ્ચે થયો ઝઘડો

01 October, 2019 12:31 PM IST | મુંબઈ

Bigg Boss Day 1 Highlights: પહેલા જ દિવસે કંટેસ્ટંટ્સ વચ્ચે થયો ઝઘડો

બિગ બોસ 13ની એક ઝલક

બિગ બોસ 13ની એક ઝલક


બિગ બોસની 13મી સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને આ વખતની સિઝન મજેદાર હોય શકે છે, કારણ કે ઘરવાળાઓએ પહેલા દિવસથી જ ગેમને રોચક બનાવવાનું શરૂ કરી દીધું છે. આ વખતે બિગ બોસની જગ્યાએ અમીષા પટેલ કંટેસ્ટંટ્સને ટાસ્ક આપતી નજર આવી રહી છે, જે આ સિઝનમાં ઘરની માલિક બની છે. જો તમે પહેલા એપિસોડને નથી જોઈ શક્યા તો અહીં જાણી લો આખરે પહેલા દિવસે ઘરમાં શું થયું?

-પહેલા દિવસે અમીષા પટેલ એટલે કે ઘરમીમાલિકની એન્ટ્રી થઈ 'કહો ના પ્યાર હૈ' ના ગીત પર ડાન્સ સાથે થાય છે. જે બાદ અમીષા તમામ લોકોને મળે છે. જે બાદ પહેલા દિવસનો ટાસ્ક પણ શરૂ થઈ ગયો. અને પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ઝઘડા પણ થયા.

-અમિષા પટેલ પહેલા દિવસનું ટાસ્ક કરાવે છે. જેનો ઉદ્દેશ્ય રાશન ભેગું કરવાનો હોય છે. આ ટાસ્ત માટે તમામ પ્રતિસ્પર્ધીઓને 10 મિનિટનો સમય આપવામાં આવ્યો અને તેમણે રાશનનો સામાન એકબીજાને પાસ કરવાનો હોય છે. અને તેમને એટલો જ સામાન મળવાનો હોય જેટલો તે પહોંચાડી શકે.

-આ વચ્ચે અમીષા માલકિન ચાહતી હૈ ટાસ્કમાં, અબુ મલિક અને અસીમને ટાસ્ક આપે છે, જેમાં તેમના શરીર પર છોકરીઓને કાંઈક લખવા માટે કહે છે. જે બાદ આ ટાસ્ક કરવામાં આવ્યો.

-વચ્ચે-વચ્ચે બતાવવામાં આવે છે કે ઘરના લોકો નાશ્તા માટે મળીને કામ કરી રહ્યા છે. પહેલા જ દિવસે પારસ અને સઈમ વચ્ચે જમ્મૂને લઈને માથાકૂટ થાય છે.

આ પણ જુઓઃ શું તમને ખબર છે આ ગુજરાતી અભિનેત્રીએ બિગ બોસમાં આવતા પહેલા કરી છે ભોજપુરી ફિલ્મો?



-માલકિન ચાહતી હૈ નામનો એક ટાસ્ક થાય છે, જેમાં અમીષા પટેલ કંટેસ્ટેંટ સિદ્ધાર્થ ડેને સ્વિમિંગ પૂલમાં ઉતારે છે અને ગીત ગાવાનું કહે છે. ત્યાં અબુ મલિક પણ  સ્વિમિંગ પૂલમાં ઉતરીને અમીષા માટે ગીત ગાતા જોવા મળે છે. અમીષા 2 બ્લેક હાર્ટ લઈને આવે છે અને બંનેને આપી દે છે. જે બાદ બિગ બૉસ અમીષાને ઘરની બહાર આવવાનો આદેશ આપે છે.



Whatsapp-channel Whatsapp-channel

01 October, 2019 12:31 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK