કલર્સ ચેનલનો સૌથી મોટો રિયાલિટી શૉ બિગ-બૉસ 14 પોતાના અડધાથી વધારેનો સફર પૂર્ણ કરી લીધો છે, પંરતુ શૉમાં હમણાં પણ સતત ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવી રહ્યા છે. ક્યારે શૉકિંગ એવિક્શન તો ક્યારેક શૉકિંગ એન્ટ્રી, આ સીઝનમાં શરૂઆતથી જ ઘણા બદલાવ જોવા મળ્યા છે. તેમ જ હવે બિગ-બૉસમાં હજી એક ટ્વિસ્ટ આવવાનો છે. બિગ-બૉસના માસ્ટર માઈન્ડ કહેવાતા વિકાસ ગુપ્તા ફરીથી ઘરથી બહાર જઈ શકે છે.
View this post on Instagram
બિગ-બૉસનું ફૅન પેજ 'ધ ખબરી'ના રિપોર્ટ અનુસાર વિકાસ ગુપ્તાની તબિયત સારી ન રહેવાને કારણે તો શૉથી બહાર નીકળી જશે. હકીકતમાં આ પહેલા બિગ-બૉસના એક્સ કન્ટેસ્ટન્ટ અને બિગ-બૉસ 14 ચેલેન્જર બનીને આવેલા મનુ પંજાબી પણ શૉમાંથી બહાર જઈ ચૂક્યા છે. તેમને પણ હેલ્થ ઈશ્યૂના કારણે શૉ છોડવો પડ્યો હતો. તેમ જ વિકાસને પણ લાંબા સમયથી આવું સાંભળવા મળ્યું છે કે તેમની તબિયત સારી નથી. આ કારણ છે કે તેમના શૉ છોડવાના સમાચાર સામે આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે જો વિકાસ ગુપ્તા શૉને છોડીને જાય છે, તો આવું બીજી વાર હશે. જ્યારે તેઓ બિગ-બૉસ હાઉસથી બહાર જશે. આની પહેલા વિકાસને સજા તરીકે ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. અર્શી ખાન સાથે તૂ-તૂ-મેં-મેં થયા બાદ વિકાસે અર્શી ખાનને સ્વિમિંગ પૂલમાં ધક્કો માર્યો હતો, જે બિગ-બૉસના ઘરના નિયોમનું ઉલ્લંઘન હતું. આ જ કારણે બિગ-બૉસે તેમને ઘરથી બહારનો રસ્તો બતાવ્યો હતો. આ આખી ઘટના બાદ સલમાને અર્શીને જોરદાર ઠપકો આપ્યો હતો, જોકે થોડા દિવસો પછી વિકાસને પણ પાછા બોલાવવામાં આવ્યા હતા. વિકાસ બિગ બોસ 14માં એક ચેલેન્જર તરીકે આવ્યો છે.
સલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના
17th January, 2021 17:26 ISTબિગ બૉસની ટૅલન્ટ મૅનેજર પિસ્તા ધાકડનું ઍક્સિડન્ટમાં મૃત્યુ
17th January, 2021 16:48 ISTBigg Boss 14ની 24 વર્ષીય ટેલેન્ટ મેનેજરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
16th January, 2021 16:21 ISTરુબિના દિલૈકે બિગ બૉસ છોડવાની ધમકી આપી
15th January, 2021 08:44 IST