બિગ-બૉસ કન્ટેસ્ટન્ટ આસિમ રિયાઝ આ એક્ટ્રેસ સાથે દેખાશે મ્યૂઝિક વીડિયોમાં

Updated: Feb 27, 2020, 15:17 IST | Mumbai Desk

બિગ-બૉસ 13થી ચર્ચાનો વિષય બનેલ આસિમ રિયાઝ બૉલીવુડ એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિસ સાથે એક મ્યૂઝિક વીડિયોમાં દેખાશે, તેઓના રિહર્સલના વીડિયોના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ

'બિગ-બૉસ 13'ના સ્પર્ધક આસિમ રિયાઝે ઘરમાં ઘણી ધમાલ મચાવી હતી અને એમને બધા રૂપમાં આપણે જોયા હતા. તે ક્યારેક લડતા, તો ક્યારેક રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમણે ભલે બિગ-બૉસ 13ની ટ્રોફી ભલે ન જીતી પણ લાખો લોકોના દિલ જીતી લીધા છે. બિગ-બૉસ 13 બાદ જ આસિમ રિયાઝના જીવનના નવા પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે અને તાજેતરમાં એમના ફૅન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, આસિમ રિયાઝ જલ્દી જ બૉલીવુડ એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિસ સાથે એક મ્યૂઝિક વીડિયોમાં નજર આવવાના છે. બન્ને કલાકાર હાલમાં પોતાના આ મ્યૂઝિક વીડિયોની તૈયારીમાં વ્યસ્ત છે અને તેઓના રિહર્સલના વીડિયોના ફોટોઝ અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યા છે.

Asim Riyaz, Jacqueline Fernandez

જેક્લિન ફર્નાન્ડિસે સોશ્યલ મીડિયા પર મ્યૂઝિક વીડિયોની તૈયારીનો ફોટો સ્ટોરીમાં પોસ્ટ કર્યો હતો 

બિગ-બૉસમાં આસિમ રિયાઝે ઘણું નામ કમાવ્યું છે. ઘરની બહાર નીકળતાની સાથે જ એમનું નામ હૉલીવુડથી લઈને બૉલીવુડના કલાકારો સાથે જોડાયું છે અને એમને ઘણા પ્રોજેક્ટ્સ પણ મળ્યા છે. હાલમાં ચર્ચિત છે આસિમ અને જેક્લિનનો આ મ્યૂઝિક વીડિયો. જેક્લિને પોતાના ઈન્સ્ટગ્રામ અકાઉન્ટમાં સ્ટોરી પણ મૂકી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડિયો ફૅન્સને પણ ઘણો પસંદ આવી રહ્યો છે.

આ વીડિયોમાં આસિમ રિયાઝ મૂન વૉક કરતા નજરે ચઢે છે. જણાવી દઈએ કે જેક્લિન ફર્નાન્ડિસે પોતાના અને આસિય રિયાઝના આ પ્રોજેક્ટ બાબતે વાત કરતા આસિમ સાથે કામ કરવાનો અનુભવ પણ શૅર કર્યો હતો અને તે આસિમ સાથે કામ કરવા માટે ઘણી ઉત્સુક છે, તેમ પણ જણાવ્યુ હતું. 

જણાવી દઈએ કે આસિમ રિયાઝ બિગ-બૉસ 13થી ચર્ચાનો વિષય બની ગયા હતા. એમના એટિટ્યુડથી હૉલીવુડના સ્ટાર્સ પણ પ્રભાવિત થયા હતા. WWE સ્ટાર જૉન સીનાએ પણ આસિય રિયાઝનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરીને એમનો સપોર્ટ વ્યક્ત કર્યો હતો, જેના પર BB હાઉસની બહાર નીકળતાની સાથે જ આસિમે એમનો આભાર વ્યક્ત કર્યો. બિગ-બૉસ 13માં આવવા પહેલા આસિમ વરૂણ ધવનની બૉલીવુડ ફિલ્મ મૈં તેરા હીરોમાં પણ નજર આવી ચૂક્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK