બિગ બૉસના વિજેતા બનવા ૧૫ સ્પર્ધકો વચ્ચે જામશે જંગ

Published: 8th October, 2012 06:21 IST

શોમાં ઉર્વશી ધોળકિયા, આશકા ગોરડિયા, વ્રજેશ હીરજી, કરિશ્મા કોટક અને પારસી સેલિબ્રિટી ડેલનાઝ એમ પાંચ ગુજરાતીઓ ભાગ લઈ રહ્યા છે



કલર્સ ચૅનલ પર ગઈ કાલે રાતે નવ વાગ્યે એના રિયલિટી શો ‘બિગ બૉસ’ની નવી છઠ્ઠી સીઝનની શરૂઆત થઈ હતી. આ વખતે શોની ટૅગલાઇન ‘અલગ છે’ અને આ ટૅગલાઇન પ્રમાણે જ શોને આગલી સીઝનથી અલગ જ લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વખતે શોમાં ૧૫ સ્પર્ધકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ ૧૫,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારના ‘બિગ બૉસ’ હાઉસમાં સતત ત્રણ મહિના સુધી સાથે રહેશે. આ  સ્પર્ધકોમાં ૧૪ સ્પર્ધકો સેલિબ્રિટી છે અને એક ‘આમ આદમી’ કાસીફ કુરેશી છે. કાસીફ હૈદરાબાદનો માર્શલ આર્ટિસ્ટ છે અને તેની ગઈ કાલે શોમાં રાની મુખરજીએ ઓળખ કરાવી હતી. શોના કુલ ૧૫ સ્પર્ધકોમાંથી ઉર્વશી ધોળકિયા, આશકા ગોરડિયા, વ્રજેશ હીરજી, કરિશ્મા કોટક અને પારસી સેલિબ્રિટી ડેલનાઝ એમ પાંચ ગુજરાતીઓ છે

‘બિગ બૉસ’ના આ ૧૪ સેલિબ્રિટી સ્પર્ધકોના લિસ્ટમાં ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિધુ, ટેલિવિઝન ઍક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા, ફેમિનિસ્ટ ગ્રુપનાં વડાં સંપતદેવી પાલ, ચર્ચાસ્પદ કાટૂર્નિસ્ટ અસીમ ત્રિવેદી, ઍક્ટ્રેસ ડેલનાઝ પૉલ અને તેનો ભૂતપૂર્વ પતિ રાજીવ પૉલ, મૉડલ સના ખાન, ઍક્ટર વ્રજેશ હીરજી, ટીવી-ઍક્ટ્રેસ આશ્કા ગોરડિયા, ભોજપુરી સુપરસ્ટાર દિનેશ યાદવ, સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ સપના ભવનાણી, ઍક્ટર સયાન્તની ઘોષ, મૉડલ નિકેતન મધોક અને મૉડલ કરિશ્મા કોટકનો સમાવેશ છે.


બિગ બોસના ઘરને અંદરથી જોવા માટે ક્લિક કરો




Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK