બિગ બૉસ ૫માં બિગ એન્ટ્રી

Published: Dec 30, 2011, 05:34 IST

કલર્સ ચૅનલ પરના રિયલિટી-શો ‘બિગ બૉસ ૫’માં આ વીક-એન્ડમાં જપાનનો રિટાયર્ડ સુમો રેસલિંગ ચૅમ્પિયન યામામોતોયામા એન્ટ્રી કરશે.

 

ગયા વર્ષે ધ ગ્રેટ ખલીની જેમ આ વર્ષે પણ શોમાં રેસલિંગ સાથે સંકળાયેલો મહેમાન જોવા મળશે. યામામોતોયામા ગઈ કાલે મુંબઈ પહોંચ્યો હતો અને હવે તે શોમાં એન્ટ્રી કરશે. આ ચૅમ્પિયન પર ૨૦૧૧માં રેસલિંગમાં મૅચ-ફિક્સિંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

લગભગ ૨૭૦ કિલોગ્રામ જેટલું વજન ધરાવતો યામામોતોયામાને મુંબઈમાં ઍરપોર્ટ પરથી કઈ રીતે બિગ બૉસ હાઉસ સુધી લઈ જવામાં આવે એ માટે ઘણી દ્વિધા છે અને તે અંદર જઈ શકે એવી કારનો બંદોબસ્ત વિચારવામાં આવી રહ્યો છે. તે હિન્દી જાણતો ન હોવાને કારણે સંજય દત્તને જ્યારે મળશે ત્યારે તેની સાથે ટ્રાન્સલેટર હશે અને હાઉસની અંદર તેની સાથે વાત કરવા બીજા પ્રતિયોગીઓએ ઇશારાનો ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત જો તેને કંઈ કહેવું હશે તો એ માટે તેને અમુક સાઇન-બૉર્ડ્સ આપવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK