‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનની ટૅલન્ટ મૅનેજર પિસ્તા ધાકડનું રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. તેનું મૃત્યુ શોના સેટની બહાર જ થયું હતું. શૂટિંગ પતાવીને પોતાની ઍક્ટિવા લઈને પિસ્તા તેના અસિસ્ટન્ટ સાથે ઘરે જવા માટે નીકળી હતી અને એ દરમ્યાન તેની ગાડી વૅનિટી વૅન સાથે ટકરાઈ હતી. તે ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામી હતી. પિસ્તાએ ‘ફિયર ફૅક્ટર ઃ ખતરોં કે ખિલાડી’ અને ‘ધ વૉઇસ’માં પણ કામ કર્યું હતું. આ સમાચાર વાયુવેગે ફેલાતાં ‘બિગ બૉસ’ના કન્ટેસ્ટન્ટ્સે સોશ્યલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. સૌકોઈ તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ સમાચાર તેમને માટે ખૂબ જ ધક્કાદાયક રહ્યા હતા. ‘બિગ બૉસ’ના કન્ટેસ્ટન્ટ્સ શહેનાઝ ગિલ, હિમાંશી ખુરાના, કામ્યા પંજાબી અને યુવિકા ચૌધરી તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યાં છે.
પશુઓ માટે ઍમ્બ્યુલન્સ ડોનેટ કરી જૅકી શ્રોફે
6th March, 2021 15:31 ISTકજરા રે માટે અવાજ આપવા મેં કિશોરકુમારનાં ઘણાં ગીતો સાંભળ્યાં હતાં: જાવેદ અલી
6th March, 2021 15:26 ISTતામિલ ફિલ્મ અરુવીની હિન્દી રીમેકમાં જોવા મળશે ફાતિમા
6th March, 2021 15:24 ISTઇન્ડસ્ટ્રીમાં માત્ર મેલ હીરોઝની ફિલ્મોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે: અલંક્રિતા શ્રીવાસ્તવ
6th March, 2021 15:17 IST