Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સલમાન સાથે કામ કરવાની તક મળશે તો હું પાગલ બની જઈશ: સારા ગુરપાલ

સલમાન સાથે કામ કરવાની તક મળશે તો હું પાગલ બની જઈશ: સારા ગુરપાલ

10 October, 2020 12:55 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાન સાથે કામ કરવાની તક મળશે તો હું પાગલ બની જઈશ: સારા ગુરપાલ

સારા ગુરપાલ

સારા ગુરપાલ


‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં જોવા મળનારી પંજાબી સિંગર સારા ગુરપાલનું માનવું છે કે જો તેને સલમાન ખાન સાથે ફિલ્મ કરવા મળે તો તે પાગલ બની જશે. આ વિશે વધુ જણાવતાં સારાએ કહ્યું હતું કે ‘જો હું ભવિષ્યમાં સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરીશ તો હું પાગલ બની જઈશ. આજે હું જેકંઈ પણ છું એ પંજાબને કારણે છું. એથી મારા માટે તો એ હંમેશાં નંબર-વન રહેશે. મેં પંજાબમાં કામ કર્યું એટલે લોકો મને ઓળખે છે. મારા કામને કારણે જ મને ‘બિગ બૉસ’માં આવવાની તક મળી છે.’

મુંબઈમાં કામ કરવા વિશે સારાએ કહ્યું હતું, ‘આશા રાખુ છું કે મુંબઈમાં કામ કરવા મળે. મેં કદી પણ મુંબઈમાં કામ નથી કર્યું. મેં મઢ આઇલૅન્ડમાં એક વખત શૂટિંગ કર્યું હતું, પરંતુ વધુ સમય સુધી કામ નથી કર્યું. જોકે એક દિશા તો મળી જ જાય છે. જો ‘બિગ બૉસ’ બાદ મને કામ મળે તો હું જરૂર અહીં કામ કરીશ. કોને એમ કહેવું ન ગમે કે મેં બૉલીવુડમાં કામ માટે પ્રયાસ કર્યો હતો. મેં પંજાબમાં ખૂબ કામ કર્યું છે, પરંતુ મુંબઈ તો કામનો વિશાળ સાગર છે. આપણે એ સમુદ્રની માછલીઓ સમાન છીએ. ત્યાં આપણે તળાવની માછલી જેવા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2020 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK