શું લગ્ન બાદ પારસ છાબરાને ડેટ કરી રહી હતી બિગ-બૉસ 14ની આ કન્ટેસ્ટન્ટ?

Updated: 5th October, 2020 16:12 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પવિત્રાનું કહેવું છે કે પારસ છાબરાને ડેટ કરી એ જ તેના જીવનની સૌથી મોટી ભૂલ છે. આ પછી પારસ છાબરાએ આનો જવાબ આપ્યો છે અને તે કહે છે કે...

પારસ અને પવિત્રા
પારસ અને પવિત્રા

બિગ-બૉસ 14મી સીઝન શરૂ થઈને હજી બે દિવસ જ થયા છે અને ઘરમાં લડાઈની પણ શરૂઆત થઈ ગઈ છે. એટલું જ નહીં, કન્ટેસ્ટન્ટની લાઈફથી જોડાયેલી કેટલીક વાતો સામે આવવા લાગી છે અને એક-બીજા પર આરોપનો સિલસિલો શરૂ થઈ ગયા છે. આમાં સૌથી પહેલા નંબર પર નામ આવ્યું છે પવિત્રા પુનિયાનું, જેણે ઘરમાં પ્રવેશ કર્યો છે અને તે પહેલા બિગ-બૉસ 13ના કન્ટેસ્ટન્ટ પારસ છાબરાને ડેટ કરી ચૂકી છે. હવે પારસ છાબરા અને પવિત્રાના રિલેશનને લઈને ઘણી વાતો સામે આવવા લાગી છે, જે પોતે પારસ અને પવિત્રા જ જણાવી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

🐆🦒

A post shared by Pavitra (@pavitrapunia_) onAug 19, 2020 at 1:52am PDT

પવિત્રાનું કહેવું છે કે પારસ છાબરાને ડેટ કરી એ જ તેના જીવનની સૌથી મોટી ભૂલ છે. આ પછી પારસ છાબરાએ આનો જવાબ આપ્યો છે અને તે કહે છે કે જ્યારે પવિત્રા મને ડેટ કરી રહી હતી ત્યારે તે પરિણીત હતી અને તેણીને ત્યારે ખબર પડી જ્યારે તેના પતિએ પારસને મેસેજ કર્યો હતો. પારસે ઇ ટાઇમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પવિત્રાએ બધાને કહ્યું છે કે પારસ એની સૌથી મોટી ભૂલ હતી, કારણકે એક પરણીત મહિલા મને ડેટ નહીં કરી શકે અને મને મૂર્ખ બનાવી શકતી નથી.

આગળ પારસે કહ્યું, મને તે વખતે જાણવા મળ્યું જ્યારે એના પતિએ મને મેસેજ કર્યો અને કહ્યું કે તમે બન્ને જોઈએ એટલા એકબીજા સાથે રહી શકો છો, પરંતુ મારા અને પવિત્રાના છૂટાછેડા લીધા બાદ જ એવું થઈ શકે છે. તે જ સમયે, પારસે કહ્યું કે મારે હવે મોં ખોલવું નથી અને સમય બધું જ કહેશે. બીજી તરફ, એક ઈન્ટરવ્યૂમાં પવિત્રાએ પારસ પર ઘણા આક્ષેપો લગાવ્યા છે અને તેને બિગ બૉસમાં ન આવવાની સલાહ આપી છે.

First Published: 5th October, 2020 16:07 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK