બિગ બૉસમાં સિદ્ધાર્થ-પવિત્રા વચ્ચે ઓછી વાતચીત, જાણો શું છે કનેક્શન?

Published: 7th October, 2020 17:39 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

બિગ બૉસના એક એપિસોડમાં પવિત્રા પુનિયાએ ખુલાસો કર્યો.

પવિત્રા પુનિયા
પવિત્રા પુનિયા

બિગ બૉસ (Bigg Boss)2020માં સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla) સાથે પવિત્રા પુનિયા (Pavitra Punia) જોવા મળી રહી છે, પણ આ બન્નેનો આ રિયાલિટી શૉ સિવાય પણ એક નાતો છે. ખાસ વાત તો એ છે કે બિગ બૉસ 2020માં જ્યારે સિદ્ધાર્થ (Siddharth) અને પવિત્રાની મુલાકાત થઈ તો એવું લાગ્યું જ નહીં કે તેમણે એક સમયે સાથે કામ કર્યું હોય. એવામાં લાગે છે કે તેમના રિયલ લાઇફ સંબંધો કંઇક સારા નથી રહ્યા. કારણકે બિગ બૉસમાં પણ બન્ને એકબીજા સાથે વધારે વાત કરતા દેખાયા નથી. બિગ બૉસના એક એપિસોડમાં પવિત્રા પુનિયાએ ખુલાસો કર્યો.

હકીકતે પવિત્રાએ પોતાના કરિઅરની શરૂઆત લન ય ઝિંદગી નામની સીરિયલથી કરી. આ સીરિયલમાં તેનો હિરો સિદ્ધાર્થ શુક્લા હતો. પવિત્રાની આ પહેલી સીરિયલ હતી પણ સિદ્ધાર્થ આ પહેલા સોની ટીવીની એક સીરિયલ 'બાબુલ કા અંગના છૂટના ના' દ્વારા પોતાનો ડેબ્યૂ કરી ચૂક્યો હતો. પણ સિદ્ધાર્થને મોટી તક ત્યારે મળી જ્યારે સ્ટાર પ્લસે તેને ફિલ્મ 'જબ વી મેટ'ની રીમેક માટે કાસ્ટ કર્યો. જ્યાં આ સીરિયલમાં સિદ્ધાર્થે ફિલ્મ જબ વી મેટના શાહિદ કપૂરનું પાત્ર ભજવ્યું હતું. પવિત્રા પુનિયાએ આ સીરિયલમાં ગીતનું પાત્ર ભજવ્યું હતું. જબ વી મેટમાં આ પાત્ર કરીના કપૂરનું હતું. આ સીરિયલ જબ વી મેટ બનાવનાર ઇમ્તિયાઝ અલીએ જ પ્રૉડ્યુસ કરી હતી. આ સીરિયલમાં પવિત્રા પંજાબી કુડી બની હતી અને તેણે સંપૂર્ણ પ્રયત્ન કર્યા હતા કે તે કરીના કપૂરનો તે જાદૂ જગાડી શકે. સિદ્ધાર્થ કપૂરે પણ શાહિદ કપૂર બનવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો પણ દુર્ભાગ્યે આ સીરિયલ લોકોને પસંદ ન આવી અને વધારે દિવસ સ્ટાર પ્લસ પર ચાલી નહીં. આ માટે સિદ્ધાર્થ અને પવિત્રાની જોડી વિશે લોકો જાણતા નથી. આ સીરિયલ પછી પવિત્રાએ નાના નાના રોલ કરવાના શરૂ કર્યા. સિદ્ધાર્થને મોટી તક મળી સીરિયલ બાલિકા વધૂની સફળતા પછી. ફિલ્મોમાં ડેબ્યૂ કર્યો. આલિયા ભટ્ટ અને વરુણ ધવન સાથે હમ્પ્ટી શર્માની દુલ્હનિયામાં જોવા મળ્યો.

ગયા વર્ષે બિગ બૉસની 13મી સીઝનમાં સિદ્ધાર્થ શુક્લા ન ફક્ત વિનર બન્યો સાથે જ તેણે ચાહકોના હ્રદય પર પણ રાજ કર્યો. તો પવિત્રા હંમેશાં કોન્ટ્રોવર્સીમાં રહી. પછી તે પર્સનલ લાઇફને લઇને હોય કે પ્રૉફેશનલ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK