Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > BB 14: ઘરમાં પ્રવેશતાની સાથે જ સોનાલીએ કર્યા અર્શી પર તીખા પ્રહાર

BB 14: ઘરમાં પ્રવેશતાની સાથે જ સોનાલીએ કર્યા અર્શી પર તીખા પ્રહાર

23 December, 2020 01:50 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

BB 14: ઘરમાં પ્રવેશતાની સાથે જ સોનાલીએ કર્યા અર્શી પર તીખા પ્રહાર

સોનાલી ફોગાટ. તસવીર સૌજન્ય- જાગરણ

સોનાલી ફોગાટ. તસવીર સૌજન્ય- જાગરણ


હરિયાણાની ડાન્સર અને સિંગર અને સપના ચૌધરી બાદ હવે બીજેપી નેતા સોનાલી ફોગાટ એક ખાનગી ટીવી ચેનલના રિયાલિટી શૉ બિગ-બૉસ 14 (Bigg Boss14)માં પહોંચી ગઈ છે. તેમની એન્ટ્રી વાઇલ્ડ કાર્ડથી કરવામાં આવે છે. સોનાલી ફોગાટની ગણતરી હરિયાણાના ભાજપના મજબૂત નેતાઓમાં થાય છે. તેણે કેટલીક ફિલ્મો અને સીરિયલોમાં પણ કામ કર્યું છે.

બીજેપી લીડર સોનાલી ફોગાટે બિગ-બૉસ 14ના ઘરમાં એન્ટ્રી મારી દીધી છે અને એમની ધમાકેદાર એન્ટ્રીથી ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું છે. સોનાલી ફોગાટે ઘરની અંદર આવતાની સાથે જ પોતાનું વલણ બતાવ્યું છે. સોનાલી ફોગાટે બિગ-બૉસના ઘરમાં એન્ટ્રી કરતા જ તમામ સભ્યો સાથે મુલાકાત કરી હતી અને તેમના વખાણ પણ કર્યા હતા. પરંતું જ્યારે રાખી સાવંતને મળી ત્યારે તે ઘણી ખુશ થઈ ગઈ હતી. સોનાલીએ રાખી સાવંતની ખૂબ પ્રશંસા કરી, પરંતુ આ વિકાસ ગુપ્તાએ ગમ્યુ નહીં, તેણે પોતાનું મોં પણ વાંકુ કર્યું હતું.



સોનાલી ફોગાટે રાખી સાવંતના વખાણ કરતા કહ્યું કે જ્યારથી તે બિગ-બૉસ 14માં આવી છે, ત્યારથી મારી નજર જ એની પાસેથી હટી નથી રહી. આ સાંભળીને રાખી સાવંત ખૂબ ઉત્સાહિત થઈ જાય છે અને વિકાસ ગુપ્તા ચિડાય જાય છે.


તેમ જ અર્શી ખાન, સોનાલી ફોગાટને ઘરનો એક અલગ જ દૃશ્ય બતાવવાની કોશિશ કરે છે. તેમ જ સોનાલીને ઘરના વાતાવરણ વિશે જણાવે છે અને કહે છે અહીં રહેવું ખૂબ મુશ્કેલ છે. આ સાંભળીને સોનાલી ફોગાટ, અર્શી ખાનને જવાબ આપે છે, તમે હજી મને ઓળખતા નથી. હું હરિયાણાથી છું. આ સાંભળીને ઘરના સભ્યો સોનાલી માટે તાળી વગાડે છે અને અર્શી ખાન જોતી રહી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2020 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK