આવું હશે 'બિગ બૉસ 14'નું ઘર, જુઓ વાયરલ તસવીરો

Published: 19th September, 2020 14:44 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય, દર અઠવાડિયે તમામ સ્પર્ધકોનો કોરોના ટેસ્ટ થશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

'કર્લસ' ચેનલના સૌથી વિવાદિત અને લોકપ્રિય શો 'બિગ બૉસ' (Bigg Boss)ની સિઝન 14 બહુ જલ્દી શરૂ થવાની છે. શોનો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે. આ સિઝનનો પહેલો એપિસોડ ત્રીજી ઓક્ટોબરના પ્રસારિત થવાનો છે. જ્યારે સલમાન ખાન (Salman Khan) પહેલી ઓક્ટોબરે પ્રીમિયર એપિસોડ શૂટ કરશે. એકબાજુ આ સિઝનમાં કયા સ્પર્ધકો જોવા મળશે તેના નામ બહાર આવ્યા ચે અને બીજી બાજુ આ વર્ષે 'બિગ બૉસ'નું ઘર કેવું હશે તેની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. સાથે જ કોરોના વાયરસને કારણે ઘરમાં કેટલીક વસ્તુઓ બદલવામાં આવી હોવાનું દેખાય રહ્યું છે. આ વખતે કોરોના વાયરસને કારણ બિગ બૉનું ઘર ફિલ્મ સિટીમાં જ બનાવવામાં આવ્યું છે.

'બિગ બૉસ'ની સિઝન 14 સાથે જોડાયેલી નક્કર માહિતી આપવા માટે સોશ્યલ મીડિયામાં 'ખબરી પેજ' બનાવવામાં આવ્યું છે. જેના પેજ પર ઘરની તસવીરો પોસ્ટ કરવામાં આવી છે અને તે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે.

આ પેજ પ્રમાણે, ગયા વર્ષની જેમ આ વખતે શોમાં ડબલ-બેડ નહીં હશે. ઘરમાં કોરોના સાથે જોડાયેલી ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે અને તેથી જ ઘરના સભ્યો હંમેશાં એકબીજાથી અંતર જાળવશે. આ ઉપરાંત દર અઠવાડિયે લક્ઝરી બજેટ, એલીમિનેશન તથા ઇમ્યુનિટી માટે થનારા ફિઝિકલ ટાસ્ક પણ આ વખતે શરૂઆતના એપિસોડમાં જોવા મળશે નહીં. ઘરના સભ્યોએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું છે અને તેથી જ શરૂઆતના અઠવાડિયામાં ફિઝિકલ ટાસ્ક આપવામાં નહીં આવે.

શોમાં ભાગ લેનાર તમામ સેલેબ્સ તથા કોમનર્સને 20 સપ્ટેમ્બરથી ક્વૉરન્ટીન કરવામાં આવશે. ઘરમાં જતા પહેલા તમામનો COVID-19નો ટેસ્ટ થશે. આ ઉપરાંત દર અઠવાડિયે મેડિકલ ટીમ ઘરમાં હાજર તમામ સભ્યોનો ટેસ્ટ કરશે.

ગાઈડ લાઈનનું પાલન કરીને તમામ સ્પર્ધકોએ માત્ર પોતાનો જ સામાન વાપરવાનો રહેશે. દરેક સ્પર્ધકને અલગ વાસણો તથા પલંગ આપવામાં આવશે. આ વખતે સ્પર્ધકોને એકબીજાને સ્પર્શ કરવાની સખ્ત મનાઈ છે.

આ વખતે શો લૉકડાઉન થીમ પર આધારિત છે. સેટ પર રેડ તથા ગ્રીન ઝોન બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ઘરમાં મિની થિયેટર, મૉલ, રેસ્ટોરાં તથા સ્પા પણ છે. આ તમામ સુવિધાઓ લક્ઝરી બજેટ જીતનાર ટીમને મળશે.

આ પણ જુઓ: 'બિગ બૉસ 14'માં જોવા મળશે આ સેલેબ્ઝ, જાણી લો ઘરમાં કોણ મચાવશે હલ્લો

આટલા બધા ફેરફારો અને નવા નિયમો સાથે 'બિગ બૉસ'ની સિઝન 14 કેવી હશે તે જોવા માટે ફૅન્સ આતુર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK