Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 14: આ દિવસે થશે શૉનું ગ્રાન્ડ પ્રીમિયર, અહીં જુઓ નવો પ્રોમો

Bigg Boss 14: આ દિવસે થશે શૉનું ગ્રાન્ડ પ્રીમિયર, અહીં જુઓ નવો પ્રોમો

14 September, 2020 12:27 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Bigg Boss 14: આ દિવસે થશે શૉનું ગ્રાન્ડ પ્રીમિયર, અહીં જુઓ નવો પ્રોમો

બિગ બૉસ 14

બિગ બૉસ 14


ટીવીનો સૌથી ચર્ચાસ્પદ બનેલો અને દર્શકનો મનગમતો શૉ 'બિગ (Bigg Boss 14) બૉસ 14' પોતાની નવી સીઝન સાથે ફરી એકવાર ટીવી પર કમબૅક કરે છે. 'બિગ (Bigg Boss 13) બૉસ 13'એ ગયા વર્ષે ટેલીવિઝન વિશ્વમાં ધમાલ મચાવી રાખ્યો હતો અને દર્શકોનું મનોરંજન કરવામાં પણ કોઇ કસર બાકી રાખી નહોતી. તો, કોરોનાવાયરસ (Coronavirus) અને લૉકડાઉન (Lockdown)ને કારણે બિગ (Bgg Boss 14)બૉસની 14મી સીઝન શરૂ કરવામાં થોડોક સમય વધારે લાગ્યો. જણાવવાનું કે બિગ બૉસ 14નું ગ્રાન્ડ (Grand premier) પ્રીમિયર 3 ઑક્ટોબરના થશે. તાજેતરમાં જ શૉનો નવો પ્રોમો (Promo Video) વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં સલમાન ખાને માસ્ક પહેરી રાખ્યું છે. સાથે જ તે ઝંજીરોમાં બંધાયેલો જોવા મળે છે. વીડિયોમાં સલમાન ઝંજીરોને તોડતા કહે છે કે, "બોરડમ થશે ચકનાચૂર, ટેન્શનનો ઊડી જશે ફ્યૂઝ, સ્ટ્રેસનો વાગશે બેન્ડ અને હોપલેસનેસની વાગશે પૂંગી. હવે સીન બદલાશે. કારણકે બિગ બૉસ આપશે 2020ને જવાબ." બિગ બૉસનો આ નવો પ્રોમો વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો આના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.




આ સિવાય તાજેતરમાં જ બિગ બૉસ 14માં દેખાતાં કોન્ટેસ્ટન્ટ્સના નામનો ખુલાસો થયો હતો. જેમાં અભિનેત્રી નૈના સિંહ સિવાય, જાસ્મિન ભસીન, નિશાંત સિંહ મલ્કાની, શગુન પાંડે, પવિત્રા પુનિયા, કુમાર જાનૂ, સારા ગુરપાલ પણ સલમાન ખાનના શૉમાં દેખાઇ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2020 12:27 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK