આજે રાત્રે 9 વાગ્યે કલર્સ પર બિગ-બૉસ 14નું ગ્રાન્ડ ફિનાલે ટેલિકાસ્ટ કરવામાં આવશે. 3 ઑક્ટોબર 2020ના રોજ શરૂ થયેલો નાના પડદાનો સૌથી વિવાદિત અન પ્રખ્યા શૉ બિગ-બૉસ આજે રાત્રે સમાપ્ત થવાનો છે. દરેકની નજર બિગ-બૉસના વિનર પર ટકેલી રહેશે. પરંતુ આ બધાની વચ્ચે શૉના હોસ્ટ સલમાન ખાનને કોણ ભૂલી શકે છે.
ગ્રાન્ડ ફિનાલેમાં યોજાનારા તમામ અપડેટ્સ વચ્ચે સલમાન ખાનના આઉટફિટનો ફોટો સામે આવી ગયો છે, કે આજે ભાઈજાન શું પહેરવાના છે. સલમાન ખાનના સ્ટાઈલિસ્ટ Ashley Rebelloએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ભાઈજાનના આઉટફિટની તસવીર શૅર કરી છે, જેમાં એક વ્યક્તિએ પોતાના હાથમાં સલમાન ખાનનો સૂટ પકડી રાખ્યો છે. ફોટોમાં એક ક્રીમ કલરનો સૂટ નજર આવી રહ્યો છે. જેની બ્લેક કલરની બૉર્ડર છે અને સ્લિવ્સ પર બ્લેક કલરના જ બટન્સ લાગેલા છે. જોવામાં આ સૂટ ઘણો ડેશિંગ લાગી રહ્યો છે, તો વિચારો ભાઈજીન જો આ સૂટને પહેરશે, તો કેવા કમાલના લાગશે. તમે પણ જુઓ એની એક ઝલક.
View this post on Instagram
Who Will Win Bigg Boss 14 :
આખી સીઝનમાં તમામ ઉતાર-ચઢાવને પાર કરતા જે પાંચ લોકો બિગ-બૉસ 14ના ફાઈનલમાં પહોંચ્યા છે, તે છે- રૂબીના દિલૈક, નિક્કી તંબોલી, રાખી સાવંત, રાહુલ વૈદ્ય અને અલી ગોની. પાંચે લોકોની સ્પષ્ટ વાત કરીએ તો રૂબીનાએ આ શૉના પહેલા દિવસથી એન્ટ્રી લીધી હતી અને તે જનતાના અસંખ્ય પ્રેમની સાથે આજે બિગ-બૉસ 114ની ફાઈનલમાં આવીને ઉભી છે. રાખી સાવંત બિગ-બૉસ સીઝન 1માં આવી હતી. આ સીઝનમાં તે ચેલેન્જર બનીને આવી હતી અને તે પણ ફિનાલેમાં ઉભી છે. અલી ગોની, જાસ્મિનનો સપોર્ટ કરવા માટે આવ્યો હતો, જોકે તે એક વાર શૉમાંથી બહાર જઈ ચૂક્યો છે. રાહુલ વૈદ્ય પણ બિગ-બૉસ 14ને ક્વિટ કરીને પાછા ગેમમાં આવી ગયા હતા. તેમ જ નિક્કી પણ ઓછા વૉટને કારણે શૉમાંથી બહાર થઈ ગઈ હતી. પછી તે ફરીથી શૉમાં નજર આવી. હવે જોવાનું રહેશે કે આ પાંચમાંથી કોણ બિગ-બૉસ 14ની ટ્રૉફી પોતાને નામે કરે છે.