Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss-14 ઘરમાં જતાં પહેલા બહાર થઈ ગઈ આ ગુજરાતી અભિનેત્રી જાણો કારણ

Bigg Boss-14 ઘરમાં જતાં પહેલા બહાર થઈ ગઈ આ ગુજરાતી અભિનેત્રી જાણો કારણ

29 September, 2020 08:50 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Bigg Boss-14 ઘરમાં જતાં પહેલા બહાર થઈ ગઈ આ ગુજરાતી અભિનેત્રી જાણો કારણ

જિયા માણેક (ઇન્સ્ટાગ્રામ)

જિયા માણેક (ઇન્સ્ટાગ્રામ)


હાલ જ્યાં એક તરફ મનોરંજન જગતનું મહિનાઓથી બંધ પડેલું કામ કાજ ફરી શરૂ થઈ ગયું છે, આ દરમિયાન વર્ષના સૌથી મોટા બે રિયાલિટી શૉ કેબીસી અને બિગબૉસ 14 પણ શરૂ થવા જઈ રહ્યા છે. આ જ કારણ છે કે આ શૉઝને લઈને દરરોજ કોઇક ને કોઇક નવી માહિતી સામે આવી રહી છે. બિગ બૉસ 14ની વાત કરીએ તો અત્યાર સુધી કોન્ટેસ્ટન્ટની લિસ્ટની જાહેરાત તો નથી થઈ પણ તેમની સાથે જોડાયેલી જુદી જુદી માહિતી તેમજ તર્ક લાગવાના શરૂ થઈ ગયા છે. એવામાં બિગ બૉસની આગામી સીઝન માટે કોન્ટેસ્ટન્ટ તરીકે ગોપી વહુ એટલે કે જિયા માણેકનું નામ સામે આવ્યું હતું પણ હવે સમાચાર છે કે શૉ શરૂ થતાં પહેલા જ જિયા આ શૉમાંથી બહાર થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં આના કારણનો ખુલાસો પણ કરી દેવામાં આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે જિયા માણેક અને મેકર્સ વચ્ચે બધી વાતચીત થઈ ગઈ હતી અને જિયાએ બધી તૈયારીઓ પણ કરી લીધી હતી પણ આ દરમિયાન જ છેલ્લી ઘડીએ જિયાનુ બિગબૉસના ઘરમાં એન્ટ્રી લેવાનું કેન્સલ થઈ ગયું. આ દાવો પિન્કવિલાના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આવું આખરે કેમ થયું?



આ રિપોર્ટ પ્રમાણે છેલ્લી ઘડીએ જિયાની કેટલીક ડીલ્સ માનવાની બિગ બૉસના મેકર્સે ના પાડી દીધી. જેના પછી તેમનું શૉ પર જવું કેન્સલ થઈ ગયું. શૉમાં તેણે નિશાંત મલખાની સાથે પૅર કરવાની પ્લાનિંગ કરવામાં આવી રહી હતી. પણ હવે તેને રિપ્લેસ કરીને એક્ટ્રેસ રુબીના દિલૈક અને અભિનવ શુક્લાને લાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે હાલ બન્નેની કેમેસ્ટ્રી શૉને ટીઆરપી અપાવશે.


એ તો જોવાની વાત છે કે રુબીના અને અભિનવ શૉને ટીઆરપી અપાવી શકશે કે નહીં પણ જ્યાં જિયાના શૉમાં ન જોડાવાની વાતથી તેના ચાહકો ખૂબ જ નિરાશ છે. પહેલી સીઝનમાં સાથ નિભાના સાથિયામાં ગોપી વહુના પાત્રમાં જોવા મળેલી અભિનેત્રી જિયા માણેકના સ્થાને દેવોલિના ભટ્ટાચાર્જીએ એન્ટ્રીલીધી હતી અને આ શૉ દ્વારા તેને લોકપ્રિયતા પણ મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2020 08:50 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK