સલમાન ખાને ભલે કહ્યું કે રિઆલિટી શો ‘બિગ બોસ’ની ૧૪મી સીઝન પાંચ વીકમાં પૂરી થશે પણ એવું બનવાનું નથી. પ્રોડ્યુસર્સે ઓલરેડી નક્કી કરી રાખ્યું છે કે ‘બિગ બોસ’ હાઉસ છોડીને બે દિવસ પહેલાં બહાર આવેલા એજાઝ ખાન અને અગાઉથી બહાર નીકળી ગયેલા જસ્મિન ભસિન અને મનુ પંજાબીને શોમાં પાછાં લાવવામાં આવશે. જો એ ત્રણ કન્ટેસ્ટન્ટને પાછાં લાવવામાં આવે તો ઘરમાં દસ કન્ટેસ્ટન્ટ થશે. સ્વભાવિક રીતે આ દસ વ્યક્તિ વચ્ચે પાંચ વીકમાં શો પૂરો કરી શકાશે નહીં એટલે મેકર્સ અને ચેનલે નક્કી કર્યુ છે કે આવતાં બે મહિના સુધી ‘બિગ બોસ’ને ચાલુ રાખવો.
સંજોગોવશાત્ અત્યારે હોસ્ટ સલમાન ખાનની પણ કોઈ ફિલ્મનું શૂટ ચાલતું નહીં હોવાથી એની પાસે પણ સમય છે એટલે એ પણ શોને ફટાફટ પૂરો કરવાનું પ્રેશર કરતો નથી, જેનો લાભ ચેનલ વિના સંકોચે લઈ લેશે. ત્રીજી અને મહત્વની વાત, ‘બિગ બોસ’ હવે માંડ ટીઆરપીમાં ઊંચકાયું છે એવા સમયે શોને પૂરો કરવાની પણ ચેનલની ઈચ્છા નથી.
Gauahar Khan Father Passes Away: ગૌહર ખાનના પિતાનું થયું નિધન
5th March, 2021 12:21 ISTTotal Timepaas: રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
5th March, 2021 12:17 ISTરેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ
5th March, 2021 12:07 ISTકંગના રનોટ વિરુદ્ધ મુંબઈ પોલીસે કોર્ટમાં ફાઇલ કર્યો રિપોર્ટ
5th March, 2021 12:04 IST