Bigg Boss 14ના તાજેતર સીઝનમાં રાહુલ વૈદ્ય (Rahul Vaidya)ની ગર્લફ્રેન્ડ દિશા પરમાર (Disha Parmar) ઘરમાં આવે છે અને રાહુલ વૈદ્યને લગ્નના પ્રસ્તાવનો જવાબ આપે છે. બિગ-બૉસ 14ના આગામી એપિસોડમાં દિશા પરમાર બિગ-બૉસ 14ના ઘરમાં આવી છે અને તેમ જ રાહુલ વૈદ્યના લગ્નના પ્રસ્તાવનો સ્વીકાર કરી લે છે. તાજેતરમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. એમાં આ વિશે બતાવવામાં આવ્યું છે. બિગ-બૉસના શરૂઆત દિવસોમાં રાહુલ વૈદ્યે દિશા પરમારને કેમેરા સામે ઉભા રહીને પ્રપોઝ કર્યું હતું. એટલું જ નહીં, આ પ્રસંગે તેમણે ઘરના સભ્યોની પણ સહાયતા લીધી હતી.
View this post on Instagram
હવે બિગ-બૉસના આગામી એપિસોડમાં દિશા પરમારને અવસર આપ્યો છે કે તેઓ ઘરમાં આવે અને રાહુલના પ્રપોઝલનો જવાબ આપ્યો છે. દિશા પરમાર વેલેન્ડટાઈન્સ ડેના અવસરે બિગ-બૉસના ઘરમાં આવે છે અને રાહુલ વૈદ્યને લગ્નના પ્રસ્તાવને સ્વીકાર કરી લે છે. આની પહેલા સમાચાર આવ્યા હતા કે દિશા પરમાર રિયાલિટી શૉમાં વેલેન્ટાઈન્સ ડે પર જોવા મળશે અને હવે આ સમાચાર સાચા થઈ રહ્યા છે. રાહુલ દિશા પરમારને ઘરમાં મુખ્ય દ્વારથી ઘરમાં પ્રવેશતા જુએ છે. દિશાએ લાલ કલરનું ગાઉન પહેરી રાખ્યું છે. તે ભાવુક થઈ જાય છે અને રડવા લાગે છે.
View this post on Instagram
દિશા કહે છે કે વેલેન્ટાઇન ડે પર તેને મળવાનો આ સાચો સમય છે. રાહુલ ઘૂંટણ પર બેસે છે અને તેમને પાછા પ્રપોઝ કરે છે. એના પર દિશા જવાબમાં હા કહે છે અને ઘરના સભ્યો બૂમ પાડવા લાગે છે. દિશા એક કાર્ડ પણ લઈને આવે છે. જેમાં લખ્યું છે, 'હા તુમસે શાદી કરુંગી.' કાચના દરવાજા દ્વારા બન્ને એકબીજાને કિસ કરે છે.
આની પહેલા દિશા પરમારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'હું ત્યારે જવાબ આપીશ જ્યારે હું તૈયાર થઈ જઈશ. ત્યાર સુધી હું ઘણું વિચારીશ.' આની પહેલા રાહુ વૈદ્યની માતા ગીતા વૈદ્યે કહ્યું હતું કે બન્ને જૂન મહિનામાં લગ્ન કરશે. જોકે અત્યાર સુધી લગ્નના તારીખની ઘોષણા કરવામાં આવી નથી. આ વખતે બિગ-બૉસ ફિનાલે વીક ચાલી રહ્યું છે અને રૂબીના દિલૈક શૉ જીતવાની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે.
કિન્નર સમાજનાં ગુરુમાના આશીર્વાદ લીધા રુબીના દિલૈકે
2nd March, 2021 11:57 ISTBigg Boss 14: વિજેતા બનતાં જ રુબિનાએ કર્યો પતિ સાથે લોકગીત પર ડાન્સ
27th February, 2021 10:41 ISTSidharth Shuklaના શહેનાઝ ગિલ સાથે થયા લગ્ન? એક્ટરે આપ્યો આ જવાબ
26th February, 2021 14:07 ISTBigg Boss 14 જીત્યા પછી ડેસ્ટિનેશન વેડિંગ કરશે અભિનેત્રી રુબિના દિલૈક
22nd February, 2021 14:45 IST