Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Rubina Dilaikની આ તસવીર જોઈને ફૅન્સ થયા હેરાન, ફોટો જોરદાર વાઈરલ

Rubina Dilaikની આ તસવીર જોઈને ફૅન્સ થયા હેરાન, ફોટો જોરદાર વાઈરલ

22 January, 2021 02:50 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Rubina Dilaikની આ તસવીર જોઈને ફૅન્સ થયા હેરાન, ફોટો જોરદાર વાઈરલ

રૂબીના દિલૈક

રૂબીના દિલૈક


બિગ-બૉસ 14 કન્ટેસ્ટન્ટ અને એક્ટ્રેસ રૂબીનાલ દિલૈક હાલ પોતાની ગેમને લઈને ઘણી ચર્ચામાં છે. બિગ-બૉસના ઘરમાં પોતાની જગ્યા બનાવવા માટે ઘણી મહેનત કરી રહી છે. તેમ જ ઘરમાં હંમેશા કોઈને કોઈ કન્ટેસ્ટન્ટ સાથેના ઝઘડાનો વીડિયો સામે આવતો રહે છે. તેમ જ રૂબીના દિલૈક આ શૉમાં પોતાના પતિ અભિનવ શુક્લા સાથે આવી છે. તેમ જ રૂબીના અચાનક પોતાની એક તસવીરને લઈને હેડલાઈન્સમાં આવી ગઈ છે. તેમની આ તસવીર આજની નહીં પરંતુ જૂની છે. આ તસવીરમાં તેમનું ટ્રાન્સફૉર્મેશન જોઈને દરેકને ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે. આ સાથે ફોટોને લઈને સોશિયલ મીડિયા પર ફૅન્સ તેનો મજાક ઉડાવી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)




રૂબીના દિલૈકનો વાઈરલ થઈ રહેલો ફોટો વર્ષ 2005માં મિસ શિમલાની બ્યૂટી કૉન્ટેસ્ટ જીતવા અને પછી 2008માં મિસ નૉર્થ ઈન્ડિયા બનવાના દરમિયાનનો છે. રૂબીનાની આ તસવીરને યૂઝર્સ ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શૅર કરી રહ્યા છે. તેમ જ તેમાં તેમને આશ્ચર્ય કરનારા ટ્રાન્સફૉર્મેશનને જોઈને તેમને ઓળખવું મુશ્કેલ થઈ રહ્યું છે. ત્યારની અને અત્યારની રૂબીનામાં જમીન આસમાનનો તફાવત છે. તેમ જ સોશિયલ મીડિયા પર ફૅન્સ એની જૂની તસવીરોની તુલના નવા અવતાર સાથે કરી રહ્યા છે. એક્ટ્રેસની આ તસવીર તેના ચાહકોને સતત આશ્ચર્યચકિત કરી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Rubina Dilaik (@rubinadilaik)


રૂબીના દિલૈકની તસવીર પર કમેન્ટ કરતા એક યૂઝરે લખ્યું, 'મિસ નોર્થ ઈન્ડિયા આ શું મજાક હતું'. તેમ જ અન્ય યૂઝર્સે પણ રૂબીનાના ફોટોઝ પર કમેન્ટ કરતા હેરાની વ્યક્ત કરી છે. એક્ટ્રેસના ફૅન તેના બદલાયેલા અવતારને માનવમાં અસમર્થ છે.

જણાવી દઈએ કે રૂબીના દિલૈક ટીવી શૉ 'છોટી બહૂ' અને 'શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કી' જેવી પ્રખ્યાત સીરિયલોમાં કામ કર્યું છે. તેમ જ રૂબીના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશા પોતાની લેટેસ્ટ અને હૉટ તસવીરો અને વીડિયો ફૅન્સ સાથે શૅર કરતી રહે છે. તેમ જ રૂબીના પોતાના પતિ અભિનવ શુક્લા સાથે વેકેશનની તસવીરો પણ શૅર કરતી રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2021 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK