Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આ રહી Bigg Boss 14ના કન્ટેસ્ટન્ટની લિસ્ટ, આ સ્ટાર્સની થશે એન્ટ્રી

આ રહી Bigg Boss 14ના કન્ટેસ્ટન્ટની લિસ્ટ, આ સ્ટાર્સની થશે એન્ટ્રી

21 April, 2020 06:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ રહી Bigg Boss 14ના કન્ટેસ્ટન્ટની લિસ્ટ, આ સ્ટાર્સની થશે એન્ટ્રી

સલમાન ખાન

સલમાન ખાન


ટીવી પરનો સૌથી ચર્ચિત અને વાદ-વિવાદથી ભરેલો શૉ બિગ-બોસ એક સમયે લોકોની પહેલી પસંદ બની ગયો હતો. અને આજે પણ દર્શકો એનો આગલા સીઝનની રાહ જોઈ રહ્યા છે. હવે એ વાતની પણ ચર્ચા થઈ રહી છે કે સુપર સ્ટાર સલમાન ખાન જલ્દી જ શૉ બિગ-બૉસ 14 લઈને આવી રહ્યા છે. ટીઆરપીના મામલામાં સૌથી આગળ પડતો શૉનો ફેબ્રુઆરીમાં જ બિગ-બૉસ 13 સીઝનનો વિનર સિદ્ધાર્થ શુક્લા બન્યો હતો. હવે આગામી સીઝનમાં એટલે બિગ-બૉસ 14માં ભાગ લેનારા સ્પર્ધક કોણ છે એના વિશે અમે તમને જણાવીએ રહ્યા છીએ.

 
 
 
View this post on Instagram

Fun is not about waiting for the Miracle.. but being the Miracle.... .. ??‍♀️

A post shared by Aalisha Panwar (@aalishapanwar157) onFeb 11, 2020 at 1:41am PST




અલિશા પંવાર

બિગ-બૉસ 14 માટે આ એક્ટ્રેસના નામની ઘણી ચર્ચા સાંભળવા મળી રહી છે. આ એક્ટ્રેસે ટીવી પર આવનારી સીરિયલ ઈશ્ક મેં મરજાવાએ પોતાનો જલવો દેખાડ્યો હતો. અલિશા પંવારે પોતાના કરિયરની શરૂઆત સીરિયલ બેગૂસરાયથી કરી હતી.


 
 
 
View this post on Instagram

Out of sight, but still on your mind⚠️

A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) onFeb 16, 2020 at 4:37am PST

જાસ્મીન ભસીન

આ એક્ટ્રેસ હાલ નાગિન 4માં જોવા મળી રહી છે. એની સાથે જ જાસ્મીન ખતરા ખતરા ખતરામાં પણ કામ ચૂકી છે. એ સિવાય તે બિગ-બૉસ 13 સીઝના વિનર સિદ્ધાર્થ શુક્લાની સારી ફ્રેન્ડ છે.

દેવોલીના ભટ્ટાચાર્જી

દેવોલીના ટીવીની એક ફૅમસ એક્ટ્રેસ છે. એને સૌથી વધારે લોકપ્રિયતા સાથ નિભાના સાથિયાથી મળી હતી. બાદ તે બિગ-બૉસ 13માં પણ નજર આવી ચૂકી છે. પરંતુ એને કરોડરજ્જૂમાં દુખાવો થતા એને શૉ અધ વચ્ચે છોડવો પડ્યો હતો. હવે દેવોલીન ફરીથી બિગ-બૉસ 14 સીઝનમાં આવવા તૈયાર છે.

ચેતના પાંડે

ઈન્સ્ટાગ્રામમાં હંમેશા હલચલ મચાવી દેનારી ચેતના પાંડે હવે બિગ-બૉસ 14માં જલ્દી જ નજર આવવાની છે. આની પહેલા તે બિગ-બૉસ 13 માટે પસંદગી કરવામાં આવી હતી, પરંતુ અન્ય શૉમાં કામ કરવાના કારણે એણે શૉમાં આવવાની ના પાડી દીધી હતી.

આકાંક્ષા પુરી

આકાંક્ષા પુરી હાલ વિઘ્નહર્તા ગણેશમાં પાર્વતીની ભૂમિકા ભજવી રહી હતી એ સિવાય તે બૉલીવુડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. આકાંક્ષા પુરીનું નામ બિગ-બૉસ 13 કન્ટેસ્ટન્ટ પારસ છાબરા સાથે ઘણું સાંભળવા મળ્યું હતું.

 
 
 
View this post on Instagram

Dirrrrty fellow ?‍♀️ #shernibanke

A post shared by AARUSHI DUTTA (@aarushiduttaofficial) onApr 15, 2020 at 7:11am PDT

આરુષિ દત્તા

આરુષિ દત્તા પોતાના ગ્લેમરને લઈને સતત ચર્ચામાં રહે છે. તે 2018માં MTV SplitsVillaથી ચર્ચાનો વિષય બની હતી. આરુષિ શૉ રોડીઝ રિયલ હીરોઝમાં નજર આવી ચૂકી છે.

આંચલ ખુરાના

આંચલ ખુરાના એક પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ છે. તે MTV Roadies Season 8ની વિનર રહી ચૂકી છે. હવે જલ્દી જ તે બિગ-બૉસ 14માં નજર આવી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 April, 2020 06:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK