બિગ-બૉસ 14માં આજકાલ ઘણા કન્ટેસ્ટન્ટ્સ પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કરી રહ્યા છે. અત્યાર સુધી કેટલાક કન્ટેસ્ટ્ન્ટ્સ આ શૉમાં પોતાના જીવન વિશે ચોંકાવનારા ખુલાસા કરી ચૂક્યા છે. હવે નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી રૂબીના દિલૈકે બિગ-બૉસ 14માં તેના અંગત જીવન વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેની ઘણી ચર્ચા થઈ રહી છે.
View this post on Instagram
હકીકતમાં, રવિવારે બિગ-બૉસ 14ના વીકેન્ડ કા વાર એકદમ ધમાકેદાર રહેવાનો છે. આ એપિસોડમાં રૂબીના દિલૈક પોતાના અંગત જીવન વિશે આશ્ચર્યજનક ઘટસ્ફોટ કરશે. વીકેન્ડ કા વાર દરમિયાન સલમાન ખાન રૂબીના દિલૈક અને તેના પતિ અભિનવ શુક્લાની જોરદાર ક્લાસ લેશે. આ સમય દરમિયાન રૂબીના દિલૈક ખુલાસો કરેશે કે તેમના માતા-પિતા સાથે તેના સંબંધો ઘણા ખરાબ હતા. સાથે જ રૂબીનાએ ઘણીવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
આ ઘટસ્ફોટ અંગે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન અભિનવને કહે છે કે અભિનવ મોટા સાઈન્ટિસ્ટ અને એન્જિનિયન માણસ હોય. ઠરકી છે, ગંદી ઔરત, ઘટિયા, નીચ અને જલીલ છે. મને જણાવે શું વધારે ખરાબ છે જે તમારા પતિએ કહ્યું એ કે પછી જે રાખી બોલી એ? એના પર રાખી કહે છે નીચ અને ઘટિયા ખરાબ શબ્દ છે.
ત્યાર બાદ સલમાન ખાન રૂબીના દિલૈકને કહે છે, રૂબીના તમને શું લાગે છે તમે બરાબર જઈ રહ્યા છો? આ જ સવાલ સલમાન ખાન બિગ-બૉસ 14માં રૂબીના દિલૈકનું કનેક્શન બનીને આવેલી એની બહેન જ્યોતિકાને પણ પૂછે છે. ત્યાર બાદ એની બહેન કહે છે કે તેનું વલણ સમજો છો તમે, તે એટલી પણ ખરાબ નથી. સલમાન ખાન કહે છે કે તે લાંબા સમયથી ખોટી દિશામાં જઈ રહી છે અને ઘણા સમયથી ખોટી જઈ રહી છે. ત્યાર રૂબીના દિલૈક ચોંકાવનારો ઘટસ્ફોટ કરે છે.
તે કહે છે, 8 વર્ષ પહેલામાં હું બિલકુલ આવી નહોતી. માતા-પિતા સાથે સંબંધો સારા નહોતા. મને ગુસ્સાથી તકલીફ થઈ રહી છે. મારે આત્મહત્યા કરવાનું વલણ હતું. મારા સંબંધ તૂટી જવાનું કારણ પણ એ જ રહ્યું છે. ત્યાર બાદ રૂબીના દિલૈકની બહેન જ્યોતિક સલમાન ખાનને કહે છે કે સર તે ઈમોશનલી ઘણી કમજોર થઈ ગઈ છે. મને અનુભવ થાય છે કે ઘરમાં તેમને કોઈએ પ્રેમ આપ્યો નથી. રૂબીના દિલૈકના જીવન સાથે જોડાયેલા આ ઘટસ્ફોટની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
કિન્નર સમાજનાં ગુરુમાના આશીર્વાદ લીધા રુબીના દિલૈકે
2nd March, 2021 11:57 ISTBigg Boss 14: વિજેતા બનતાં જ રુબિનાએ કર્યો પતિ સાથે લોકગીત પર ડાન્સ
27th February, 2021 10:41 ISTSidharth Shuklaના શહેનાઝ ગિલ સાથે થયા લગ્ન? એક્ટરે આપ્યો આ જવાબ
26th February, 2021 14:07 ISTBigg Boss 14 જીત્યા પછી ડેસ્ટિનેશન વેડિંગ કરશે અભિનેત્રી રુબિના દિલૈક
22nd February, 2021 14:45 IST