Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 14: પવિત્રા પુનિયાએ કેમ રાહુલ વૈદ્યને કરી 'Kiss', આ છે કારણ

Bigg Boss 14: પવિત્રા પુનિયાએ કેમ રાહુલ વૈદ્યને કરી 'Kiss', આ છે કારણ

06 October, 2020 03:44 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bigg Boss 14: પવિત્રા પુનિયાએ કેમ રાહુલ વૈદ્યને કરી 'Kiss', આ છે કારણ

પવિત્રા અને રાહુલ

પવિત્રા અને રાહુલ


ટીવી રિયાલિટી શૉ બિગ-બૉસ 14માં હાલ સિંગર રાહુલ વૈદ્યએ પણ ભાગ લીઘો છે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં રાહુલે કહ્યું હતું કે તે શૉમાં પ્રેમ શોધવા જઈ રહ્યો છે. જોકે એક્ટ્રેસ દિશા પરમાર સંગ એનું નામ જોડાઈ રહ્યું છે અને તેણે કહ્યું હતું કે તેઓ ફક્ત સારા મિત્રો છે, તેનાથી વધુ કઈ નથી. હવે એવું લાગે છે કે રાહુલ વૈદ્ય અને કન્ટેસ્ટન્ટ પવિત્રા પુનિયા વચ્ચે કઈ રંધાઈ રહ્યું છે.

 
 
 
View this post on Instagram

Kiss of the day ? Are you guys tuned in for tonight’s episode of #BiggBoss14 on @colorstv

A post shared by Rahul Vaidya ??? (@rahulvaidyarkv) onOct 4, 2020 at 9:14am PDT




બિગ બૉસ રાહુલ વૈદ્યને સિક્રેટ ટાસ્ક આપે છે. રાહુલે પહેલા નિક્કીને ગાલ પર 'કિસ' આપવા માટે કહે છે. નિક્કી ના પાડી દે છે. આવી સ્થિતિમાં તે પવિત્રા પુનિયા પાસે જાય છે અને તેમને મનાવવાનો પ્રયાસ કરે છે. પવિત્રા પહેલા તો એને કિસ આપતી નથી, પરંતુ બાદ તે રાહુલને કિસ કરીને ટાસ્ક પૂરો કરી દે છે.

આ પણ જુઓ : Bigg Boss 14: જાણો કોણ છે નિક્કી તંબોલી, એન્ટ્રી લેતા જ વાઈરલ થઈ બૉલ્ડ તસવીરો


રવિવારના એપિસોડમાં તમે જોયું હશે કે પવિત્રા પુનિયા અને રાહુલ વૈદ્ય બન્ને જ લૉન્જ વિસ્તારમાં બેઠા હોય છે. એવામાં રાહુલ, પવિત્રા પુનિયાને પૂછે છે કે તે પ્રેમ અને રિલેશનશિપને લઈને શું વિચારે છે? એના પર પવિત્રા પુનિયા કહે છે કે ઘણી વખત લોકો પ્રેમને ગ્રાન્ટેડ લેવા લાગે છે. જો મારો કોઈ બૉયફ્રેન્ડ હોય અને તે બહાર કંઈક કરે છે તો મારો એક ફન્ડો છે, તો તે બધી વસ્તુઓને બહાર છોડીને આવે. સાથે જ પવિત્રા કહે છે કે તેનો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

આ વાત સાંભળીને રાહુલ વૈદ્ય એકદમ ઈમ્પ્રેસ થઈ જાય છે. જણાવી દઈએ કે જૂના સ્પર્ધકો ગૌહર ખાન, હિના ખાન અને સિદ્ધાર્થ શુક્લા પણ આ શૉનો ભાગ છે. એપિસોડમાં આ ત્રણે જૂના કન્ટેસ્ટન્ટ નવા સ્પર્ધકો વચ્ચે લડાઈ પણ કરાવી અને મિત્રતા પણ કરાવી છે.

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2020 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK