કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત બિગ-બૉસ 14ની શરૂઆત 3 ઑક્ટોબરે થઈ ગઈ છે. આ રિયાલિટી શૉમાં કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે હંમેશા તમે લડાઈ અને ઝઘડા થતા જોયા હશે, પણ અહીંયા એક્ટ્રેસ પોતાની ફૅન્સ સેન્સને અકબંધ રાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે. ટીવી એક્ટ્રેસ હિના ખાનની ડ્રેસિંગ સેન્સ પર લ લોકોએ એની ઘણી પ્રશંસા કરી હતી. આ વખતે રૂબીના દિલૈક, જાસ્મિન ભસીન, નિક્કી તંબોલી અને પવિત્રા પુનિયા જેવી સુંદર અને ગ્લેમરસ એક્ટ્રેસ છે, તો એવામાં ટીવી પર વધારે આકર્ષક દેખાવવાને લઈને ટક્કર પણ વધારે છે.
View this post on Instagram
વીકેન્ડ કા વારમાં બિગ-બૉસ હાઉસના સદસ્યો વચ્ચે એક ગેમ રમવામાં આવી હતી, જેમાં નિક્કી, અભિનવ, પવિત્રા અને એજાઝ બાકી ઘરવાળાને નંબર આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ ગેમમાં બધા સ્પર્ધકો એકબીજાની મજાક ઉડાવી રહ્યા હતા. રોસ્ટિંગની આ ગેમમાં જાસ્મિને રૂબીનાના ડ્રેસિંગ સેન્સની મજાક ઉડાવતા કહ્યું કે રૂબીના અતરંગી કપડા પહેરે છે. જાસ્મિને કહ્યું - લોકો પાસે ડ્રેસિંગ સેન્સ હોય છે, રૂબીના પાસે ડ્રેસ તો છે, પણ સેન્સ તે મલાડ(રૂબીનાનું ઘર)માં છોડીને આવી ગઈ છે. તેના કપડા જોઈને બહાર આપણા બૉલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ પણ બોલી રહ્યા છે કે મને પણ પાછળ છોડી દીધો છે.
જાસ્મિનના આ મજાકના જવાબમા રૂબીનાએ પણ આપ્યો અને એણે કહ્યું - રણવીર જો તમે આવું કહેશો તો હું તમને ગળે લગાવીશ.
નૉમિનેશનમાં છે આ સદસ્ય
હાલ ઘરના સદસ્યો અને એમના ફેન્સ બિગ-બૉસ 14ના ફાઈનલને લઈને ઘણા ઉત્સાહી છે. જણાવી દઈએ કે હાલ ઘરમાં 9 કન્ટેસ્ટન્ટ્સ છે. એમાં રૂબીના દિલૈક, કવિતા કૌશિક, એજાઝ ખાન, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી, જાસ્મિન ભસીન, અભિનવ શુક્લા, અલી ગોની અને પવિત્રા પુનિયા સામેલ છે. આ બધામાં નિક્કી તંબોલી અને એજાઝ ખાનને છોડીને બાકી બધા લોકો એવિક્શન માટે નૉમિનેટેડ છે.
Rubina Dilaikની આ તસવીર જોઈને ફૅન્સ થયા હેરાન, ફોટો જોરદાર વાઈરલ
22nd January, 2021 14:50 ISTબિગ બોસમાં હજુ ત્રણ એન્ટ્રી છે નક્કી
20th January, 2021 16:16 ISTફાઇનલી બિગ બૉસ આવ્યું ટૉપ ફાઇવમાં
19th January, 2021 16:10 ISTસલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના
17th January, 2021 17:26 IST