'બિગ બોસ 14' માટે ટેલેન્ટ મેનેજર તરીકે કામ કરતી 24 વર્ષીય પિસ્તા ધાકડ (Pista Dhakad)નું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ ઘટના શુક્રવાર, 15 જાન્યુઆરીના રોજ સાંજે બની હતી. શોના હોસ્ટ સલમાન ખાન (Salman Khan) સાથે 'વીકેન્ડ કા વાર'નો એપિસોડ શૂટ કર્યા બાદ પિસ્તા ધાકડ પોતાની એક આસિસ્ટન્ટ સાથે એક્ટિવા પર ઘરે રવાના થઈ હતી. સેટ પરથી બહાર આવતા એક્ટિવા સ્લિપ થયું અને ઘટના સ્થળે જ પિસ્તાનું મૃત્યુ થયું હતું.
સ્પોટબૉયના અહેવાલ પ્રમાણે, બિગ બોસ 14ના સેટની બહાર અંધારું હોવાને કારણે દુર્ઘટના બની હતી. સલમાન ખા સાથે 'વીકેન્ડ કા વાર'નો એપિસોડ શૂટ કર્યા બાદ પિસ્તા ધાકડ એક્ટિવા પર એક મિત્ર સાથે ઘરે જવા રવાના થઈ હતી. ત્યારે પિસ્તાનું એક્ટિવા ખાડામાં પડ્યું હતું અને બંને યુવતીઓ નીચે પડી ગઈ હતી. એક યુવતી રસ્તાની પેલી બાજુ તો પિસ્તા રસ્તાની સાઈડ પડી હતી. આ જ સમયે ત્યાંથી એક વેનિટી વેન પસાર થઈ હતી. વેનિટી વેનના ડ્રાઈવરે અજાણતા જ પિસ્તા પર વેન ચલાવી દીધી હતી.
પિસ્તા ધાકડ પોપ્યુલર પ્રોડક્શન હાઉસ એન્ડેમોલ ઈન્ડિયાની કર્મચારી હતી અને તેણે 'ધ વોઈસ', 'બિગ બોસ' તથા 'ખતરો કે ખિલાડી' સહિત ઘણાં શોમાં કામ કર્યું હતું.
ટેલેન્ટ મેનેજરના નિધનનો અનેક સેલેબ્ઝે સોશ્યલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.
અભિનેત્રી કામ્યા પંજાબીએ લખ્યું હતું કે, 23 વર્ષીય પિસ્તા ધાકડ છેલ્લા ઘણા વર્ષોથી બિગ બોસની ટીમનો ભાગ હતી, ખુબ જ પ્રતિભાશાળી છોકરીનું નિધન થયું છે. ભગવાન તારા આત્માને શાંતિ આપે સ્વીટહાર્ટ.
View this post on Instagram
અભિનેત્રી યુવિકા ચૌધરીને પિસ્તા ધાકડ હવે આ દુનિયામાં નથી રહી તે બબાત પર હજી પણ વિશ્વાસ નથી થતો અને તેણે એક જુનો વીડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો.
View this post on Instagram
બિગ બોસ 13ની સ્પર્ધક શહેનાઝ ગિલે પણ પિસ્તા ધાકડના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
Such a joyful, vibrant, and a happy soul. You will be missed by everyone who's life you touched #RIP Pista😢🙏🏻
— Shehnaaz Gill (@ishehnaaz_gill) January 16, 2021
અભિનેતા-અભિનેત્રીઓથી માંડીને અન્ય કર્મચારીઓ સહિત તમામના પિસ્તા ધાડક સાથે સારા સંબંધો હતા. તેના આકસ્મિક મોતથી દરેકને આઘાત લાગ્યો છે.
પશુઓ માટે ઍમ્બ્યુલન્સ ડોનેટ કરી જૅકી શ્રોફે
6th March, 2021 15:31 ISTકજરા રે માટે અવાજ આપવા મેં કિશોરકુમારનાં ઘણાં ગીતો સાંભળ્યાં હતાં: જાવેદ અલી
6th March, 2021 15:26 ISTતામિલ ફિલ્મ અરુવીની હિન્દી રીમેકમાં જોવા મળશે ફાતિમા
6th March, 2021 15:24 ISTઇન્ડસ્ટ્રીમાં માત્ર મેલ હીરોઝની ફિલ્મોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે: અલંક્રિતા શ્રીવાસ્તવ
6th March, 2021 15:17 IST