Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 14: વિવાદોની થઈ શરૂઆત, વાસણ ધોવાને લઈને થઈ લડાઇ

Bigg Boss 14: વિવાદોની થઈ શરૂઆત, વાસણ ધોવાને લઈને થઈ લડાઇ

04 October, 2020 02:40 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Bigg Boss 14: વિવાદોની થઈ શરૂઆત, વાસણ ધોવાને લઈને થઈ લડાઇ

નિક્કી તમ્બોલી, જાસ્મિન ભસીન

નિક્કી તમ્બોલી, જાસ્મિન ભસીન


રિયાલિટી શૉ 'બિગ બૉસ' પોતાના ગેમ સિવાય ઘરમાં થતાં ઝગડા અને કોન્ટેસ્ટન્ટ વચ્ચેના વિવાદને કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. 'બિગ બૉસ'નો ઇતિહાસ જોતાં જ પહેલી સીઝનથી લઈને અત્યાર સુધી શૉમાં કોન્ટેસ્ટન્ટ્સ વચ્ચે થનારા ઝગડા દર્શકોને હંમેશાં યાદ રહે છે. જેમ કે, છેલ્લી સીઝન બિગ બૉસ 13માં આસિમ રિયાઝ અને સિદ્ધાર્થ શુક્લાની લડાઇ દર્શકોને અત્યાર સુધી યાદ છે. જો કે, બિગ બૉસ 14ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. 11 કોન્ટેસ્ટન્ટ ઘરની અંદર લૉક થઈ ગયા છે, અને પહેલાં જ દિવસે ઘરમાં કામને લઈને ઘમાસાણ થવા લાગ્યું છે.

પહેલા જ દિવસે બિગ બૉસના ઘરમાં ત્રણ કોન્ટેસ્ટન્ટ અંદરોઅંદર લડતાં દેખાશે. બિગ બૉસના ફેન પેજ પર આજના એપિસોડનો એક પ્રોમો શૅર કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં જાસ્મિન ભસીન, એજાઝ ખાન અને નિક્કી તમ્બોલી વચ્ચે જબરજસ્ત લડાઇ થતી જોવા મળે છે. પ્રોમોમાં દેખાય છે કે નિક્કી વાસણ ધોવાના કામની ના પાડી દે છે જેના પછી જાસ્મિન અને તેમની વિવાદ થઈ જાય છે.



જાસ્મિન ભસીન ગુસ્સામાં નિક્કીને કહે છે કે, "તમે વાસણ નહીં ધુઓ, કારણકે તમારા નખ ખરાબ થઈ જશે તો આવું નહીં ચાલે. તો એજાઝ નિક્કીને દેખાઇ રહ્યા છે કે 'કૉપરેટ કાં તો તમારે કરવું પડશે કાં તો અમારે...' આના પર નિક્કી સ્પષ્ટ ના પાડી દે છે કે તે કૉપરેટ નહીં કરે. આ વાત પર જાસ્મિન અને નિક્કી વચ્ચે વિવાદ થાય છે અને બન્ને રડવા લાગે છે."


આ સ્ટાર્સે લીધી ઘરમાં એન્ટ્રી : આ વર્ષે ઘરમાં જે લોકો કોન્ટેસ્ટન્ટ તરીકે દેખાશે તે છે, એજાઝ ખાન, જાસ્મિન ભસીન, અભિનવ શુક્લા, રુબીના દિલૈક, નિક્કી તમ્બોલી, નિશાંત સિંહ, શાહજાદ દેઓલ, સારા ગુરપાલ, જાન કુમાર સાનૂ, પવિત્રા પુનિયા, રાહુલ વૈદ્ય. શૉની શરૂઆતમાં જ કહેવામાં આવ્યું હતું કે આ સીઝનમાં ઘણાં ફેરફાર થવાના છે. તો જોઇએ ગયા વર્ષના કોન્ટેસ્ટન્ટની જેમ શું આ વર્ષના કોન્ટેસ્ટન્ટ પણ કંઇક ધમાલ મચાવી શકશે?


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2020 02:40 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK