શું સિદ્ધાર્થ શુક્લા 'સાથ નિભાના સાથિયા 2'માં જોવા મળશે? છે આવી ચર્ચા

Published: 31st August, 2020 18:11 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સમાચાર મુજબ સાથ નિભાના સાથિયાની પ્રોડ્યૂસર રશ્મિ શર્માએ લીડ રોલ માટે બિગ-બૉસ 13 વિનર સિદ્ધાર્થ શુક્લાનો અપ્રોચ કર્યો છે. સૂત્રનું કહેવું છે કે 'સાથ નિભાના સાથિયા 2'માં લીડ રોલ માટે સિદ્ધાર્થ મેકર્સની પહેલી પસંદ છે.

સિદ્ધાર્થ શુક્લા
સિદ્ધાર્થ શુક્લા

જ્યારથી 'સાથ નિભાના સાથિયા'ની સીઝન 2ની જાહેરાત થઈ છે, ત્યારથી જ આ શૉ ચર્ચામાં રહ્યો છે. શૉના સ્ટારકાસ્ટને લઈને તમામ બાબતો સામે આવી રહી છે. એવા અહેવાલો છે કે દેવોલીના ભટ્ટાચાર્જી સીઝન 2માં પણ ગોપી બહુની ભૂમિકા ભજવશે.

હવે શૉના લીડ એક્ટરને લઈને નવું અપડેટ સામે આવી ગયું છે. સમાચાર મુજબ સાથ નિભાના સાથિયાની પ્રોડ્યૂસર રશ્મિ શર્માએ લીડ રોલ માટે બિગ-બૉસ 13 વિનર સિદ્ધાર્થ શુક્લાનો અપ્રોચ કર્યો છે. સૂત્રનું કહેવું છે કે 'સાથ નિભાના સાથિયા 2'માં લીડ રોલ માટે સિદ્ધાર્થ મેકર્સની પહેલી પસંદ છે. અત્યારે નિર્માતાઓ સાથે સિદ્ધાર્થ શુક્લાની વાતચીત ચાલી રહી છે. જો વસ્તુઓ કામ કરશે, તો સિદ્ધાર્થ શુક્લાના ચાહકોને મોટું સરપ્રાઇઝ મળશે.

જો સાથ નિભાના સાથિયા 2 માં સિદ્ધાર્થ શુક્લાની એન્ટ્રી થાય છે, તો ચાહકોને પહેલીવાર તેમની સાથે દેવોલીના ભટ્ટાચાર્જીની જોડી જોવા મળશે. એમ પણ બિગ-બૉસ 13માં બન્નેની ફ્લર્ટિંગ દર્શકોને ઘણી પસંદ આવી હતી. ચર્ચા છે કે દેવોલીનાએ 'સાથ નિભાના સાથિયા 2'નું ટીઝર પણ શૂટ કર્યું છે. ચાહકો ગોપી બહુના અવતારમાં ફરી દેવોલીનાને જોશે. નિર્માતાઓ દિવાળી પર આ શૉ લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે.

લૉકડાઉન દરમિયાન સાથ નિભાના સાથિયાને એકવાર ફરીથી પુન:પ્રસારિત કરવામાં આવ્યો હતો અને દર્શકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ પણ વાંચો : રસોડે મેં કૌન થા?: રાશી વહુ, કોકિલા, ચણા અને પ્રેશર કૂકરની કથા થઇ વાઇરલ

હાલ ચર્ચામાં છે કોકિલાબેનનો ડાયલૉગ, 'રસોડે મેં કૌન થા?'

તમને જણાવી દઈએ કે તાજેતરમાં સિંગર યશરાજ મુખતેએ સાથ નિભાના સાથિયા શૉના એક સીનને મ્યૂઝિકલ ટ્વિસ્ટ આપ્યો હતો. આ સીનમાં કોકિલાબેન, રાશી અને ગોપી વહૂ હતી. 'રસોડે મેં કૌન થા' વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. યશરાજે આ વીડિયો બનાવવાના આઈડિયા પર એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'હું કોઈ બીજા માટે ગીત બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે મેં આ ક્લિપને સોશિયલ મીડિયા પર જોઈ. મેં તેમાં ફક્ત મનોરંજન માટે એમાં ગીત ઉમેર્યું. મને અપેક્ષા નહોતી કે આ વીડિયો વાઈરલ થઈ જશે.'

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK