બિગ-બૉસ 13 વિનર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) અને કન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલ (Shehnaaz Gill)ની જોડી ન ફક્ત શૉ દરમિયાન હિટ હતી પરંતુ શૉની બાહર પણ બન્ને સતત ચર્ચામાં રહે છે. તેમ જ શૉ બાદ બન્ને ઘણા મ્યૂઝિક વીડિયોઝમાં સાથે નજર આવી ચૂક્યા છે. સાથે જ હવે સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલનો નવો મ્યૂઝિક વીડિયો 'શોના શોના' (Shona Shona) રિલીઝ થઈ ગયો છે. આ રોમેન્ટિક ગીતમાં બન્ને ઘણા ક્યૂટ લાગી રહ્યા છે. ફૅન્સ લાંબા સમયથી સિડનાઝનીવ જોડીને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહીંયા જુઓ સિડનાઝના 'શોના શોના' ગીતનો વીડિયો..
શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની જોડીને શોના શોના ગીતમાં જોઈને ફેન્સ બન્નેના દીવાના થઈ રહ્યા છે. આ ગીતને ટોની કક્કર (Tony Kakkar) અને નેહા કક્કરે (Neha Kakkar) ગાયું છે. ગીતમાં તમે જોઈ શકો છે કે સિદ્ધાર્થ બેબી ડૉલ બનેલી શહેનાઝની પાછળ પીળી છત્રી લઈને ઘાયલ થઈ રહ્યો છે. તેમ જ શહેનાઝ પોતાની કાતિલ અદાનો પૂરો જલવો દેખાડી રહી છે. ગીતની આખી થીમ ઘણી સુંદર લાગી રહી છે.
તેમ જ હાલમાં શોના શોના ગીતનું પોસ્ટર આઉટ કરવામાં આવ્યું હતું જેમાં રિલીઝ ડેટ સામે આવી હતી. શહેનાઝ ગિલે ગીતનો પહેલો લૂક જાહેર કરતા લખ્યું - શોના શોના 25 નવેમ્બરે રિલીઝ થશે. આ સાથે બન્ને રેટ્રો સ્ટાઇલમાં નજર આવી રહ્યા છે. બન્ને ઘણા સુંદર લાગી રહ્યા છે. બન્ને એક બીજાની નજરમાં ખોવાઈ ગયા છે.
તમને જણાવી દઈએ કે બિગ-બૉસ 13 વિનર રહેલા સિદ્ધાર્થ શુક્લા બિગ-બૉસ 14માં પણ તૂફાની સીનિયર તરીકે નજર આવ્યા હતા, એમની સાથે હિના ખાન અને ગૌહર ખાન પણ સાથે જોવા મળ્યા હતા. તેમ જ શહેનાઝ ગિલે પણ બિગ-બૉસ 14ના ઘરમાં એન્ટ્રી મારી હતી. આ વખતે પણ સિદ્ધાર્થ શુક્લા ઘરમાં ઘણા એક્ટિવ રહ્યા હતા. તેની અને હિના ખાનની કેમેસ્ટ્રી પણ પસંદ કરવામાં આવી હતી.