શહેનાઝ ગિલનો શૉકિંગ વીડિયો, અપશબ્દો અને અપમાનનો મારો કરતી દેખાય છે શહેનાઝ

Published: Nov 03, 2019, 16:17 IST | મુંબઈ ડેસ્ક

સ્ટેજ પર પોતાની એન્ટ્રી કર્યા પછી હિમાંશીને હોસ્ટ સલમાન ખાને શહેનાઝ સાથે ચાલતાં તેમના લાંબા સમયના ઝઘડાં વિશે પૂછ્યું.

પંજાબી ગાયક હિમાંશી કોહલીના શનિવારે બિગબૉસ 13ના ઘરમાં એન્ટ્રી કરતાંની સાથે જ બિગબૉસના પ્રશંસકો બે ભાગમાં વહેંચાઇ ગયા છે. એક ટીમ ઘરની ક્યૂટ પ્રતિયોગી શહેનાઝ ગિલનું સમર્થન કરે છે. જ્યારે બીજી ટીમ માને છે કે તે એટલી સીધી નથી જેટલી તે બનવાનો પ્રયત્ન કરી રહી છે. સ્ટેજ પર પોતાની એન્ટ્રી કર્યા પછી હિમાંશીને હોસ્ટ સલમાન ખાને શહેનાઝ સાથે ચાલતાં તેમના લાંબા સમયના ઝઘડાં વિશે પૂછ્યું.

હિમાંશીએ આ બાબતે કહ્યું કે તે શહેનાઝને વ્યક્તિગત રીતે નથી ઓળખતી પણ બન્ને વચ્ચે એકવાર વસ્તુઓ બગડી ગઈ હતી. આ વિશે વાત કરતાં આગળ હિમાંશી જણાવે ચે કે તેણે પોતાનું એક ગીત લૉન્ચ કર્યું હતું, ત્યારે શહેનાઝે તેના પર જોરદાક હુમલો કર્યો હતો.

શહેનાઝે તેના ગીત પર તીખી પ્રતિક્રિયાઓ આપી હતી. તેની સાથે જ શહેનાઝે હિમાંશી પર તેના શરીરને લઈને શર્મિંદા કરી હતી, અને એટલું જ નહીં તેની માતા અને તેના ચરિત્રને અપમાનિત પણ કરી ચૂકી હતી. તેના પછી વસ્તુઓ પોતાના હાથમાં લઈને વાતો પર સ્ટેન્ડ લીધો અને શહેનાઝને જવાબ આપ્યો.

ગઈ કાલે રાતનો એપિસોડ પ્રસારિત થયા પછી, હિમાંશીના સમર્થક શહેનાઝની વધારે ભૂલો શોધતાં જોવા મળે છે. શહેનાઝના હવે બે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આમાં શહેનાઝને કોઇકને અપશબ્દો બોલતાં અને અપમાન કરતાં જોવા મળે છે. જેને ટ્વિટર પર શૅર કરવામાં આવ્યો છે.

ચાહકોનું માનવું છે કે આમાં તે હિમાંશી વિશે વાત કરે છે. એક વીડિયોમાં શહેનાઝ એક ગીતમાં કોઇકને ઓવર વેટ કહીને બોલાવતી જોવા મળી, જ્યારે અન્ય લોકો તેને ઉકસાવી રહ્યા છે. તે "બૂઢી ઘોડી લાલ લગામ" ગાતી જોવા મળી રહી છે. એક અન્ય સ્નેપચેટ વીડિયોમાં શહેનાઝને કોઇકની માતાના ચરિત્ર વિશે વાત કરતાં પણ જોઈ શકાય છે.

આ પણ વાંચો : વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

હિમાંશીના ઘરમાં આવતાં ખરી રમત તો ત્યારે શરૂ થશે. રવિવારના એપિસોડના પ્રોમોમાં શહેનાઝ હિમાંશીને જોઈને રડવા લાગે છે. તે ખૂબ જ ગુસ્સો કરે છે અને પોતાનું માઇક કાડીને ફેંકી દે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK