Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: શું ફૅક છે સિદ્ધાર્થ અને આસિમની લડાઈ? સામો આવ્યો આ વીડિયો

Bigg Boss 13: શું ફૅક છે સિદ્ધાર્થ અને આસિમની લડાઈ? સામો આવ્યો આ વીડિયો

21 November, 2019 05:44 PM IST | Mumbai

Bigg Boss 13: શું ફૅક છે સિદ્ધાર્થ અને આસિમની લડાઈ? સામો આવ્યો આ વીડિયો

સિદ્ધાર્થ શુક્લા અને આસિમની લડાઈ

સિદ્ધાર્થ શુક્લા અને આસિમની લડાઈ


'બિગ બૉસ 13' આ સમયે સિદ્ધાર્થ શુક્લા અને આસિમની લડાઈ ચર્ચાનો વિષય બની ગયો છે. સિદ્ધાર્થ અને આસિમ બન્નેની વચ્ચે બે દિવસથી ઝઘડો થઈ રહ્યો છે અને આ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો. આ ઝઘડો આજના એપિસોડમાં પણ જોવા મળશે. પરંતુ આ બધાની વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને બન્નેની લડાઈ પર સવાલ ઊભા થઈ રહ્યા છે.

 




 


સિદ્ધાર્થ અને આસિમની લડાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સિદ્ધાર્થ એના પર લડાઈ કરવાનું દબાણ બનાવી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે સિદ્ધાર્થ, આસિમને વાંરવાર લડાઈ કરવા માટે કહી રહ્યા છે અને આસિમ એવું કરવા માટે ના પાડે છે.

 

આ વીડિયો સામે આવ્યા બાદ એક વાત તો બધાના દિમાગમાં જરૂર આવી રહી છે કે શું બન્નેની વચ્ચે લડાઈ ફૅક છે? હવે આ તો સમય જ બતાવશે કે આ બન્નેની લડાઈ ફૅક છે કે અસલી.

 

 

કેવી રીતે શરૂ થઈ બન્નેની લડાઈ :

'રાક્ષસ' ટાસ્ક દરમિયાન બન્નેની વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયો હતો. આસિમને લાગ્યું સિદ્ધાર્થના કારણથી આ ટાસ્ક હારી ગયા અને સિદ્ધાર્થને લાગ્યું કે આસિમે બેસ્ટ પર્ફોર્મ નહીં કર્યું. જે કારણથી બન્નેની વચ્ચે લડાઈ થઈ ગઈ. જોકે આ મામલો ઉકેલાય ગયો અને તેઓ બન્ને ફરીથી સારા દોસ્ત બની ગયા. પરંતુ બે દિવસ પહેલા એટલે મંગળવારે શહેનાઝના 'સ્વયંવર' ટાસ્ક દરમિયાન ફળ કાપવાને લઈને બન્નેની વચ્ચે ફરીથી ગેરસમજ થઈ ઘઈ અને નાની વાત પર બન્નેનો પાછો ઝઘડો શરૂ થઈ ગયો.

આ પણ જુઓ : બર્થ-ડે પર દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ, જુઓ

આ લડાઈ એટલી વધી ગઈ કે બન્ને હાથાપાઈ પર ઉતરી ગયા. બે દિવસથી બન્ને સતત લડી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે શું આ લડાઈથી બન્નેની દોસ્તીમાં તિરાડ આવી જશે કે આ બધુ ફક્ત શૉ માટે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2019 05:44 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK