Bigg Boss 13: આજે થશે વીકેન્ડ કા વાર, દિવાળી પહેલા આ પ્રતિસ્પર્ધી થશે બહાર..

Published: Oct 21, 2019, 10:44 IST | મુંબઈ

બિગ બૉસ 13માં આજે વીકેન્ડ કે વાર થશે. જે રવિવારને બદલે સોમવારે રાખવામાં આવ્યો છે. આજે કોઈ એક સભ્ય ઘરથી બેઘર થઈ જશે.

અબુ મલિક
અબુ મલિક

ટીવી રિયાલિટી શૉ બિગ બૉસ 13માં આજે એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ અઠવાડિયે સલમાન ખાન શનિવાર અને રવિવારના બદલે શનિવાર અને સોમવારે વીકેન્ડ કા વારમાં નજર આવશે. આ વખતે એક છોકરા અને છોકરીએ ઘરની બહાર થવાનું હતું. છોકરીઓમાંથી રશ્મિ દેસાઈ, માહિરા શર્મા અને છોકરાઓમાંથી અબૂ મલિક, પારસ છાબરા, અસીમ રિયાઝ અને સિદ્ધાર્થ ડે નૉમિનેટેડ છે.

આ અઠવાડિયે ઘરથી બેઘર થવા માટે છોકરીઓમાંથી રશ્મિ દેસાઈ અને માહિરા શર્માનું નામ આવ્યું હતું. નૉમિનેશનની પ્રક્રિયા માટે બિગ બૉસે છોકરીઓને બીબી બેંક ટાસ્ક આપ્યું હતું. જેમાં બે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. હારનારી ટીમની 3 છોકરીઓ નૉમિનેટ થવાની હતી પરંતુ કેમ કે દેવોલીના ઘરની ક્વીન છે એટલે તે નૉમિનેશનથી બચી ગઈ છે. ગયા શનિવારે વીકેન્ડ કા વારમાં સલમાને જણાવ્યું હતું કે આ વખતે બંને છોકરીઓ રશ્મિ દેસાઈ અને માહિરા ખાન સેફ છે.


બાદમાં સલમાન ખાને જણાવ્યું કે અસીમ રિયાઝ પણ બીજા પ્રતિસ્પર્ધીઓના મુકાબલે સારા મત મેળવીને સુરક્ષિત છે. કારણ કે એ પહેલેથી જ નક્કી હતું કે આ વખતે ડબલ એલિમિનેશન થવાના છે એટલે હવે અબૂ મલિક, સિદ્ધાર્થ ડે અથવા પારસમાંથી કોઈ બે શોમાંથી બહાર જઈ શકે છે.

તમને જણાવી દઈએ પારસ છાબરા ગેમની શરૂઆતથી જ સારું પર્ફોર્મ કરી રહ્યા છે. પારસ હંમેશાથી, ક્યારેય ઝઘડાના લીધે તો ક્યારેક ટાસ્કને લઈને સમાચારોમાં રહ્યા છે. એટલે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે પણ આ એલીમિશનથી બચી જશે.

આ પણ જુઓઃ જુઓ કેટરીના કૈફ સાથે કામ કરી ચુકેલી કિંજલ રાજપ્રિયાના મનમોહક અંદાજ

બિગ બૉસ એક ફેનપેજ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આજે અબૂ મલિક ઘરથી બેઘર થવાના છે. એ સિવાય કારણ કે પારસનો ચાહકવર્ગ સારો છે તો બેઘર થવા માટે બીજું નામ સિદ્ધાર્થનું હોય શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK