Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: સિદ્ધાર્થ શુક્લાએ દેવોલીનાને બાથરૂમમાં કરી બંધ, પછી...

Bigg Boss 13: સિદ્ધાર્થ શુક્લાએ દેવોલીનાને બાથરૂમમાં કરી બંધ, પછી...

18 November, 2019 03:51 PM IST | Mumbai Desk

Bigg Boss 13: સિદ્ધાર્થ શુક્લાએ દેવોલીનાને બાથરૂમમાં કરી બંધ, પછી...

Bigg Boss 13: સિદ્ધાર્થ શુક્લાએ દેવોલીનાને બાથરૂમમાં કરી બંધ, પછી...


'બિગ બૉસ 13'ના બે મોટા 'દુશ્મન' દેવોલીના ભટ્ટાચાર્જી અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે મિત્રતાની શરૂઆત થઈ હતી કે આ ટાસ્ક ફરી તેમને 'દુશ્મન' બનાવી દેશે. છેલ્લા કેટલાક દિવસોથી દેવોલીના અને સિદ્ધાર્થ એકબીજા સાથે ફલર્ટ કરી રહ્યા હતા જે જોવામાં ખૂબ જ એન્ટરટેનિંગ લાગતું હતું, 'દુશ્મન'માંથી મિત્ર બનેલા સિદ્ધાર્થ અને દેવોલીનાની ફ્લર્ટિંગ ઘરવાળા સહિત દર્શકોને પણ ખૂબ જ ગમવા લાગી હતી. પણ અપકમિંગ એપિસોડમાં દેવોલીના, સિદ્ધાર્થ સહિત બધાં ઘરવાળા પર ફરી એક વાર ભડકી જતી જોવા મળશે.

કલર્સે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આજના એપિસોડનો એક વીડિયો શૅર કર્યો છે જેમાં આગામી ટાસ્કની એક ઝલક છે. આ ટાસ્કમાં ચોરોની ટીમ બનાવવામાં આવી છે. શેફાલી ઝરીવાલા અને દેવોલીના ભટ્ટાતાર્જી ચોર બની છે. વીડિયોમાં દેખાય છે કે ટાસ્કમાં બધાં ઘરવાળા એક બીજાનો સામાન ચોરી રહ્યા છે અને બધે અફરાતફરી મચી છે ત્યારે મસ્તી મજાક કરતાં સિદ્ધાર્થ કહે છે બન્ને ચોરોને પકડીને બાથરૂમમાં બંધ કરી દો.




આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો


તેના પછી ઘરવાળા શેફાલી અને દેવોલીનાને બાથરૂમમાં બંધ કરી દે છે. પણ ત્યારે સિદ્ધાર્થ દેવોલીનાના બાથરૂમની બહારથી કડી લગાવી દે છે. તેના પછી દેવોલીના સતત દરવાજો વગાડ્યા કરે છે અને દરવાજો ખોલવા માટે કહે છે. તેના પછી દેવોલીના બહાર આવીને બધાં ઘરવાળા પર ભડકે છે. જો કે, દેવોલીનાના બાથરૂમનો દરવાજો કોણ ખોલશે તે વીડિયોમાં બતાવવામાં આવ્યું નથી.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 03:51 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK