Bigg Boss13: શહેનાઝ ગિલે BFને લઈને કર્યો ખુલાસો, કેમ થયું બ્રેકઅપ...

Published: Oct 29, 2019, 10:34 IST | મુંબઈ ડેસ્ક

થોડાંક દિવસમાં બન્ને વચ્ચે લડાઇ પણ થવા લાગી અને બન્ને જુદાં જુદાં ગ્રુપમાં વહેંચાઇ ગયા.

પંજાબની કેટરીના એટલે કે શહેનાઝ ગિલ 'બિગબૉસ 13'માં શરૂઆતથી જ કોઇકને કોઇક કારણસર ચર્ચામાં છે. તેના બોલવાનો અંદાજ, તેની માસૂમિયત, તેની મસ્તી લોકોને ખૂબ જ ગમે છે. સાથે જ શહેનાઝ પારસ અને સિદ્ધાર્થ શુક્લા સાથેની નિકટતાને કારણે પણ સતત ચર્ચામાં છે. હકીકતે, શહેનાઝે બિગબૉસના ઘરમાં એન્ટ્રી કરી ત્યારથી જ પારસ છાબડા સાથે તેની નિકટતા જોવા મળી છે, જો કે, થોડાંક દિવસમાં બન્ને વચ્ચે લડાઇ પણ થવા લાગી અને બન્ને જુદાં જુદાં ગ્રુપમાં વહેંચાઇ ગયા.

તેના પછી શહેનાઝની સિદ્ધાર્થ શુક્લા સાથે સારી મૈત્રી થઈ ગઈ. પણ ઘરમાં અત્યાર સુધી કોઇની પણ વચ્ચે લવ એંગલ નથી દેખાયો. આ દરમિયાન જ શહેનાઝે પોતાના બૉયફ્રેન્ડને લઈને શૉમાં એક ખુલાસો કર્યો છે. 'બિહબૉસ 13'ના અનસીન વીડિયોમાં જોવાયું છે કે શહેનાઝ, રશ્મિ દેસાઇ, દેવોલીના અને શેફાલીને પોતાના એક્સ બૉયફ્રેન્ડ વિશે જણાવે છે. શહેનાઝે એ પણ કહ્યું કે તેનું બ્રેકઅપ કેમ થયું.

 
 
 
View this post on Instagram

A post shared by Shehnaaz Shine (@shehnaazgill) onSep 11, 2019 at 10:58am PDT

શહેનાઝે જણાવ્યું કે તેનો બૉયફ્રેન્ડ ચંદીગઢનો એક મોટો બિઝનેસમેન છે. તે બન્ને પહેલા મિત્રો હતા. પણ તે શહેનાઝની એટલી કૅર કરતો હતો કે તે તેને પસંદ કરવા લાગી હતી. તેના પછી બન્નેએ એકબીજાને લગભગ 2 વર્ષ સુધી ડેટ કર્યા, પણ પછી બન્ને અલગ થઈ ગયા. તેના પછી દેવોલીનાએ શહેનાઝને પૂછ્યું કે તમારું બ્રેકઅપ કેમ થયું?

આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

શહેનાઝે જણાવ્યું કે, "તે ખૂબ જ નશો કરવા લાગ્યો હતો. ડ્રગ્સ લેવા લાગ્યો હતો. એટલો વધારે નશો કરતો કે મેં પોતાની હાલત ખરાબ કરી નાખી હતી રડી રડીને. જેના વગર હું એક પળ નહોતી રહી શકતી તે મને છોડીને ચાલ્યો ગયો." શહેનાઝે એ વાતનો પણ ખુલાસો કર્યો કે તે પોતાના બૉયફ્રેન્ડ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હકી. તેણે અને તેના પરિવારે પણ ઘણાં પ્રયત્નો કર્યા તેને નશામાંથી બહાર કાઢવાનો પણ તેણે નશો કરવાનું છોડ્યું નહીં. તેના પછી તે બન્ને અલગ થઇ ગયા અને તેના બૉયફ્રેન્ડે લગ્ન કરી લીધા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK