Bigg Boss 13: સલમાને પહેલી વાર સંભળાવી જેલની અંદરની સ્ટોરી

Published: Oct 28, 2019, 16:15 IST | મુંબઈ ડેસ્ક

તેણે બિગ બૉસમાં પોતાના જેલની અંદરનો અનુભવ સંભળાવ્યો હતો.

બિગબૉસ 13
બિગબૉસ 13

દેશના સૌથી પૉપ્યુલર શૉ બિગબૉસ 13માં આ વીકએન્ડ કે વારમાં સલમાન ખાને કન્ટેસ્ટન્ટની ક્લાસ લીધી. આ અઠવાડિયે બિગબૉસના ઘરવાળા લોકો એકબીજા સાથે મારપીટ સુધી પહોંચી ગયા. આ જ કારણે વીકેન્ડ કે વારમાં સલમાન ખાને કંટેસ્ટન્ટ પર ખૂબ જ ગુસ્સો કર્યો. તો બિગબૉસના ઘરમાં સિદ્ધાર્થ શુક્લાની ક્લાસ લગાડતા સલમાન ખાને સાચી જેલના દુઃખ વિશે જણાવ્યું. જણાવીએ કે સલમાન ખાને જેલમાંથી આવ્યા પછી ક્યારે પણ પોતાની જેલના અંદરની વાત કહી નથી. પણ તેણે બિગ બૉસમાં પોતાના જેલની અંદરનો અનુભવ સંભળાવ્યો હતો.

જણાવીએ કે બિગ બૉસ 13માં ટાસ્ક પછી ઘરવાળાઓએ સિદ્ધાર્થ શુક્લાને જેલ મોકલ્યો હતો.જેના પછી જેલની અંદર સિદ્ધાર્થ શુક્લાને ગરમી લાગતી હતી. આ બાબતે સિદ્ધાર્થ શુક્લાએ ખૂબ જ હંગામો કર્યો હતો. આ વાતને લઈને સલમાન ખાને સિદ્ધાર્થ શુક્લાની ક્લાસ લેતાં કહ્યું હતું કે તમને ખબર છે કે અમે 42 ડિગ્રી, 45 ડિગ્રી તાપમાનમાં ડાન્સ અને એક્શન કરીએ છીએ, અને તમને ગરમી લાગે છે. આ જેલ તો કંઈ નથી. આ તો નકલી જેલ છે. આમાં તમને બેડ અને વૉશરૂમ છે. સાચી જેલમાં તો એક જ જગ્યાએ ખાવાનું, જમીન પર સુવાનું અને વૉશરૂમ હોય છે. એવામાં જ કોઇપણ રીતે સુવાનું પણ હોય છે.

આ વીકેન્ડ કે વારમાં સલમાન ખાન પારસ છાબડાને કહ્યું કે પારસને તો કોઈ ફરક પડતો નથી, આ તો બિગબૉસને પણ ધમકી આપે છે. કેટલીક મારી વાતો પણ તેને પસંદ નથી આવી, આ સલમાન સરની ચિકચિક વધારે થઈ રહી છે. આ બાબતે પારસ છાબડાએ પોતાના તરફથી સ્પષ્ટતા આપતાં કહ્યું, ના સર તમારા વિશે કોણ બોલી શકે છે. આ બાબતે સલમાને કહ્યું કે, કાશ હું તને દેખાડી શક્યો હોત, પણ જ્યારે તમે બહાર આવશો ત્યારે જોઇ લેજો.

આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

જણાવીએ કે ગયા વીકેન્ડના વારમાં સલમાન ખાને પારસ છાબડાને ઘણી વાતો સંભળાવી હતી જેના પછી પારસે માહિરા શર્માની સામે કહ્યું હતું કે સલમાન ખાન મારાથી ઘણાં ચિડાય છે, એટલું જ ખરાબ લાગું છું તો કાઢી નાંખોને મને ઘરમાંથી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK