Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Bossના હાઉસમાં સલમાન ખાને સાફ કર્યા વાસણ અને ટૉયલેટ, જુઓ વીડિયો

Bigg Bossના હાઉસમાં સલમાન ખાને સાફ કર્યા વાસણ અને ટૉયલેટ, જુઓ વીડિયો

29 December, 2019 04:18 PM IST | Mumbai

Bigg Bossના હાઉસમાં સલમાન ખાને સાફ કર્યા વાસણ અને ટૉયલેટ, જુઓ વીડિયો

સલમાન ખાન

સલમાન ખાન


બિગ બૉસના ઘરમાં સતત ઝઘડો જવા મળી રહ્યો છે. હવે ઘરમાં કામને લઈને સૌથી વધારે લડાઈ થતી જોવા મળી રહી છે અને શૉના હોસ્ટ સલમાન ખાન ઘરવાળાઓની ક્લાસ લગાવી રહ્યા છે. જોકે, આ વીક સલમાન ખાન કન્ટેસ્ટન્ટના કામ ન કરવાથી એટલા ગુસ્સે થઈ જાય છે કે એમણે ઘરની અંદર જવાનો નિર્ણય લીધો છે.

એટલું જ નહીં સલમાન ખાન ઘરમાં જઈને સાફ સફાઈ કરવાની શરૂ કરી દીધું છે. સલમાનના આ રિએક્શનને જોઈને સલમાન ખાનને સોરી બોલી રહ્યા હતા, પરંતુ સલમાને ગુસ્સામાં કામ શરૂ કરી દીધું. કલર્સ તરફથી પોસ્ટ કરેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે.



 



 

તે સમય દરમિયાન સલમાન ખાન સાફ સફાઈ કરે છે અને કિચનમાં વાસણ સાફ કરતા નજર આવી રહ્યા છે. એટલું જ નહીં, સલમાન ખાન ટૉયલેટ પણ સાફ કરતા નજર આવી રહ્યા છે. હવે અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કે સલમાન ખાન ઘરમાં કેવી રીતે કામ કરવા પહોંચી જાય છે. જોકે, વીડિયોના કેપ્શનમાં કલર્સે લખ્યું છે કે ઘરવાળાની કમચોરીના કારણથી સલમાન ખાને સાફ-સફાઈ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ જુઓ : Salman Khan : શું તમે જોયા છે સલમાનના રેર ફોટોઝ...

જ્યાં શહેનાઝ ગિલની કેપ્શનશિપમાં એના ફ્રેન્ડ્સ એની મદદ નથી કરતા, જેના લીધે ઘરનું કામ એક મુદ્દો બની ગયો હતો. એનાથી હેરાન થઈને સલમાન ખાને સાફ-સફાઈ કરવાનો નિર્ણય લીધો. એના બાદ સલમાન ખાને કન્ટેસ્ટન્ટની ક્લાસ લીધી અને બધો તમાશો જોઈ રહ્યા હતા. જ્યા ઘરવાળા સલમાન ખાનને સોરી બોલે છે તો સલમાન ખાન ભડકી જાય છે અને બધાને સારી રીતે સંભળાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

29 December, 2019 04:18 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK