Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ગુસ્સામાં લાલ સલમાને રશ્મિ સામે ખોલ્યો અરહાનના લગ્ન અને બાળકોનો ભેદ

ગુસ્સામાં લાલ સલમાને રશ્મિ સામે ખોલ્યો અરહાનના લગ્ન અને બાળકોનો ભેદ

07 December, 2019 04:57 PM IST | Mumbai Desk

ગુસ્સામાં લાલ સલમાને રશ્મિ સામે ખોલ્યો અરહાનના લગ્ન અને બાળકોનો ભેદ

ગુસ્સામાં લાલ સલમાને રશ્મિ સામે ખોલ્યો અરહાનના લગ્ન અને બાળકોનો ભેદ


હવે બિગબૉસમાં હવે વીકએન્ડ કા વાર આવવાનું છે. આ એપિસોડમાં આ રિયાલિટી શૉના હોસ્ટ સલમાન ખાન જણાવશે કે આ અઠવાડિયે બિગ બૉસના ઘરમાં જે પણ કંઇ થયું છે તેને જોઇને કેવું લાગ્યું. આ એપિસોડનું ટીઝર પણ આવી ગયું છે. વીડિયોમાં દેખાય છે કે સલમાન ખાન ઘરવાળાની ખૂબ જ ક્લાસ પણ લગાવી રહ્યો છે. અરહાન ખાન પર તે ખૂબ જ ખરાબ રીતે ગુસ્સે થાય છે.

બધાંની ક્લાસ લેતો સલમાન ખાન સૌથી પહેલા સલમાન ખાન કોન્ટેસ્ટંટને કહે છે કે શું તે ટાસ્કમાં ભાગ લઈ રહ્યા છે કે એકબીજાને શારીરિક તાકત બતાવી રહ્યા છે. સલમાન ખાન બધાં જ કોન્ટેસ્ટંટને કહે છે કે ખરાબ લડાઇઓ કરો પણ યાદ રાખો કે આથી તમે ઘરમાંથી બહાર ચાલ્યા જશો. ત્યાર બાદ સલમાન ખાન અરહાન ખાન પર ફોકસ કરે છે. સલમાન ખાન કહે છે કે અરહાન તમને બહારની વાતો ઘરમાં કરવાનો બહુ શોખ છે ને. પછી સલમાન ખાન તેને પૂછે છે કે તમારા ઘરમાં કોણ-કોણ છે. આની સાથે જ સલમાન રશ્મિ દેસાઇને આખી વાત સાંભળવા માટે કહે છે.



આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ


અરહાન ખાનનો જવાબ સાંભળીને ભડક્યો સલમાન ખાન
અરહાન ખાન સલમાન ખાનને જણાવે છે કે તેના ઘરમાં માતા-પિતા છે. બહેન અને ભાઇ છે. સલમાન પછી અરહાનને કહે છે કે અને કોણ છે તમારા ઘરમાં. તેના પછી સલમાન ગુસ્સામાં લાલ થઈને પોતાની જાકીટ ઉતારી દે છે. ત્યાર બાદ સલમાન અરહાન ખાનના લગ્ન અને બાળકો વિશે જણાવે છે. આ વાત સાંભળી અરહાન ખાન રશ્મિને કંઇક સમજાવવાનો પ્રયત્ન કરે છે. તમને જણાવીએ અરહાન ખાન અને રશ્મિ દેસાઇની ડેટિંગની રિયૂમર છે. કહેવામાં આવી રહ્યું છે કે બન્ને એકબીજાને ઘણાં સમયથી ઓળખીએ છીએ. એવામાં અરહાનની હકીકત રશ્મિ દેસાઇને દુભવી શકે છે. તમે અહીં ટીઝર જોઇ શકો છો.


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2019 04:57 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK