Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bigg Bossના ઘરમાં થશે મોટો ધમાકો, BF સાથે લગ્ન કરશે રશ્મિ દેસાઇ??

Bigg Bossના ઘરમાં થશે મોટો ધમાકો, BF સાથે લગ્ન કરશે રશ્મિ દેસાઇ??

20 September, 2019 03:12 PM IST | મુંબઈ ડેસ્ક

Bigg Bossના ઘરમાં થશે મોટો ધમાકો, BF સાથે લગ્ન કરશે રશ્મિ દેસાઇ??

રશ્મિ દેસાઇ

રશ્મિ દેસાઇ


બિગ બૉસ 13ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે તેના ભવ્ય પ્રીમિયરની તારીખ પણ સામે આવી ગઈ છે. 29 સપ્ટેમ્બરથી આ શૉ શરૂ થવાનો છે. આ શૉને ફરી સલમાન ખાન જ હોસ્ટ કરવાના છે. આ વખતે બિગબૉસમાં જે સૌથી મોટું પરિવર્તન જોવા મળશે, તે હશે સેલિબ્રિટીઝનું. એટલે કે આ વખતે ફક્ત સેલિબ્રિટીઝ જ આ શૉનો ભાગ બનશે. શૉમાં કોણ કોણ પાર્ટિસિપેટ કરે છે, તેને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે.

બિગ બૉસ 13માં એક મોટા ધમાકાની ખબર આવી રહી છે. નાના પડદાની સ્ટાર અભિનેત્રી અને ઉતરન ફેમ રશ્મિ દેસાઇ મોટો ધડાકો કરવાની છે. સૂત્રો પ્રમાણે બિગ બૉસના ઘરમાં જ રશ્મિ પોતાના બૉયફ્રેન્ડ અરહાન ખાન સાથે લગ્ન કરવાની છે. જેની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે.



સૂત્રો પ્રમાણે રશ્મિ દેસાઇ બિગ બૉસના ઘરમાં પહેલી એન્ટ્રી કરશે અને કેટલાક દિવસ પછી અરહાન ખાનની એન્ટ્રી થશે. પછી બન્ને લગ્ન કરશે.



ધ્યાન રહે કે બિગ બૉસના ઘરમાં પહેલા પણ લગ્ન થઈ ચૂક્યા છે. સારા ખાને અલી મર્ચેન્ટ સાથે લગ્ન કર્યા હતા. તો ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ પોતાના બૉયફ્રેન્ડ વિક્રાન્ત સિંહ રાજપૂત સાથે બિગ બૉસના ઘરમાં લગ્ન કર્યા હતા. મોનાલિસા અને વિક્રાન્ત પોતાના લગ્નજીવનમાં આજે પણ ખુશ છે.

આ પણ વાંચો : 'No Smoking' એડની આ ક્યૂટ ગર્લ યાદ છે? હાલ દેખાઈ રહી છે આટલી ગ્લેમરસ

રશ્મિ દેસાઇને સીરીયલ ઉતરન દ્વારા લોકપ્રિયતા મળી. તેમણે 2012માં ટીવી એક્ટર નંદીશ સંધૂ સાથે લગ્ન કર્યા હતા. જો કે, 3 વર્ષ પછી 2015માં બન્ને વચ્ચે ડિવોર્સ પણ થઈ ગયું.

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2019 03:12 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK