Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: શું આજે થઈ જશે રશ્મિ-સિદ્ધાર્થના સંબંધનો ખુલાસો? જુઓ

Bigg Boss 13: શું આજે થઈ જશે રશ્મિ-સિદ્ધાર્થના સંબંધનો ખુલાસો? જુઓ

11 February, 2020 04:11 PM IST | Mumbai

Bigg Boss 13: શું આજે થઈ જશે રશ્મિ-સિદ્ધાર્થના સંબંધનો ખુલાસો? જુઓ

સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ

સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ


બિગ-બૉસ 13માં આજે જાણીતા પત્રકાર રજત શર્મા આવશે અને કન્ટેસ્ટન્ટ્સને તીખા સવાલ કરશે. કલર્સે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આજના એપિસોડના બે વીડિયો શૅર કર્યા છે જેમાં રજત શર્મા સિદ્ધાર્થ શુક્લા, રશ્મિ દેસાઈ અને આસિમ રિયાઝને તીખા સવાલ કરતા નજર આવી રહ્યા છે. પહેલા વીડિયોમાં રજત શર્મા રશ્મિને એના અને સિદ્ધાર્થ વચ્ચેના સંબંધ વિશે સવાલ કરી રહ્યા છે. રજત શર્મા રશ્મિ દેસાઈને પૂછે છે કે 'સિદ્ધાર્થ સે બડા પુરાના રિશ્તા હૈ આપકા?' જવાબમાં રશ્મિ કહે છે, 'હાં બહુત પુરાના દિલ સે દિલ તક'.

 




 


બાદ રજત રશ્મિને હજી એક સવાલ પૂછે છે. બિગ બૉસ હાઉસમાં આવવા પહેલા એવી કઈ વાત હતી જેનાપર સિદ્ધાર્થ સ્પષ્ટતા કરવા માંગતા હતા? એના જવાબમાં રશ્મિ કહે છે આ મારો પર્સનલ મામલો છે. જ્યાં સિદ્ધાર્થ, રશ્મિને ખોટી બતાવતા કહે છે કે 'દિવસે-દિવસે રશ્મિના જુઠ્ઠાણા વધી રહ્યા હતા'. જોકે બન્નેએ પોતાની પર્સનલ લાઈફ વિશે શું ખુલાસો કર્યો એ પૂરો એપિસોડ ટેલીકાસ્ટ થયા બાદ જ ખબર પડશે.

 

 

આસિમે જણાવ્યું સિદ્ધાર્થ સાથે તેની મિત્રતા કેમ સમાપ્ત થઈ: રજતે આસિમને પૂછ્યું કે તમે સિદ્ધાર્થનું ઘણી માની રહ્યા હતા, પછી એવું શું થયું કે મિત્રતા સમાપ્ત થઈ ગઈ. જવાબમાં આસિમે કહ્યું કે, મને હંમેશા એનું સાભળવુ પડતુ હતું, હું એનું આટલુ સાંભળી નથી શકતો. દોસ્ત જ જો બીજા દોસ્તની નહીં સાંભળશે તો એ શું દોસ્ત.

 

 

તમને જણાવી દઈએ કે શોના શરૂઆતના દિવસમાં આસિમ અને સિદ્ધાર્થ ઘણા સારા મિત્ર પરતું જેમ શૉ આગળ વધતો ગયો તેમ બન્નેની વચ્ચે ગેરસમજ પણ વધતી ગઈ હતી. બન્નેની વચ્ચે લગભગ રોજ નાની-નાની વાત પર ઝઘડો થતો હતો. ઘણી વાર તો ઝઘડો એટલો વધી જતો કે વચ્ચે બિગ બૉસને આવવું પડતું.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2020 04:11 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK