Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: પારસે શેફાલી સામે કર્યો ખુલાસો, હતી 150થી વધુ ગર્લફ્રેન્ડ

Bigg Boss 13: પારસે શેફાલી સામે કર્યો ખુલાસો, હતી 150થી વધુ ગર્લફ્રેન્ડ

19 October, 2019 10:20 AM IST | મુંબઈ

Bigg Boss 13: પારસે શેફાલી સામે કર્યો ખુલાસો, હતી 150થી વધુ ગર્લફ્રેન્ડ

પારસ અને શેફાલી

પારસ અને શેફાલી


ટીવી રિઆલિટી શો બિગ બૉસ 13માં જેમ જેમ દિવસો વિતી રહ્યા છે તેમ તેમ ઘરના લોકો સાથે જોડાયેલા રહસ્યોનો ખુલાસો થઈ રહ્યો છે. હાલમાં જ સ્પ્લિટ્સવિલાથી આવેલા પારસ છાબડાએ ટીવી એન્કર શેફાલી બગ્ગાની સામે ખુલાસો કરતા કહ્યું કે તેઓ સ્પ્લિટ્સવિલાથી નિકળ્યા બાદ અત્યાર સુધીમાં 150થી વધુ છોકરીઓ સાથે રહી ચુક્યા છે.

હાલમાં જ કલર્સ ટીવીએ આગામી એપિસોડનો એક વીડિયો શેર કર્યા છે જેમાં પારસ છાબડા અને શેફાલી બગ્ગા પોત પોતાના લવ રિલેશન પર વાત કરી રહ્યા છે. આ વીડિયોમાં શેફાલી પહેલા પોતાના બૉયફ્રેન્ડ વિશે વાત કરી રહી હતી. બાદમાં પારસે તેમને સલાહ આપતા કહ્યું કે, જ્યારે હું સ્પ્લિટ્સવિલાથી નિકળ્યો તો મને 150 મળી, તેમાં બે ત્રણ તો એવી હતી કે તે મારા માટે મરી જાત, મે પણ બહુ ફ્લર્ટ કર્યું અને ભેટો પણ આપી.




આગળ પારસે કહ્યું કે જો આજે પણ હું એ છોકરીઓને કહું કે હું મારા ગર્લફ્રેન્ડને છોડી રહ્યો છું તો તે પાછી આવી જશે, અને આવી ઘણી છે, મને પણ સારું લાગતું હતું, પરંતુ હું સાથે નથી રહી શકતો કારણ કે તેઓ મારા ચાહકો છે.

શેફાલી પારસની આ વાત સાંભળીને તેને પોતાના રિલેશન વિશે જણાવે છે. જેના પર આગળ પારસ કહે છે કે, જે મારી સાથે પહેલા હતી તેના લગ્ન થઈ ચુક્યા છે, અને તેમનું એક બાળક પણ છે, પરંતુ તેમ છતા તે પણ મને પ્રેમ કરે છે, જ્યારે હું બિગ બૉસમાં આવવાનો હતો ત્યારે તે મારાથી વધુ વધુ એક્સાઈટેડ હતી, અમે અલગ થઈ ચુક્યા છે પરંતુ જ્યારે પણ આજે અમે મળીએ છે ત્યારે પણ એવી જ લાગણી હતી. 2011માં  અલગ થયા હતા, જે બાદ અનેક છોકરીઓ હતી અને તેમના લગ્ન પણ થઈ ગયા છે, તેમનો પતિ પણ સારો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2019 10:20 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK