Bigg Boss13: સલમાનના શૉમાં ગોવિંદાની ભાણેજીની એન્ટ્રી નક્કી, આ રીતે કરી તૈયારીઓ

Sep 13, 2019, 12:58 IST

આરતી સિંહ એક ટેલિવિઝન અભિનેત્રી છે દરમિયાન તે માયકા, ઉડાન, દેવો કે દેવ મહાદેવ, વારિસ, ગૃહસ્થી, સસુરાલ સિમર કા અને ઉતરન જેવા કેટલાય જાણીતાં ટેલિવીઝ શૉઝનો ભાગ રહી ચૂકી છે.

Bigg Boss13: સલમાનના શૉમાં ગોવિંદાની ભાણેજીની એન્ટ્રી નક્કી, આ રીતે કરી તૈયારીઓ
આરતી સિંહ

કલર્સ ટીવીનો સૌથી વિવાદિત અને ચર્ચાસ્પદ રિયાલિટી શૉ બિગ બૉસના 13માં સીઝનની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ શૉ 29 સપ્ટેમ્બરે ઑનએર થવાનો છે. એવામાં કેટલાય કોન્ટેસ્ટન્ટના નામ સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે શૉમાં બોલીવુડ અભિનેતા ગોવિંદાની ભાણેજી આરતી પણ શૉમાં દેખાવાની છે.

 
 
 
View this post on Instagram

Bhaiya morre ..❤

A post shared by Arti Singh (@artisingh5) onJun 24, 2019 at 11:50am PDT

સ્પૉટબૉયની એક રિપોર્ટ પ્રમાણે ગોવિંદાની ભાણેજી અને કૉમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહે બિગ બૉસનું કૉન્ટ્રેક્ટ સાઈન કરી લીધું છે. જેના પછી તેનું શૉમાં આવવું નક્કી છે એવું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે આરતીએ શૉમાં આવવા માટે પોતાના બેગ પૅક કરવા પણ શરૂ કરી દીધા છે.

 
 
 
View this post on Instagram

🖤.... thank u @bbhupi25 for this lovely click

A post shared by Arti Singh (@artisingh5) onSep 8, 2019 at 12:22am PDT

આરતી સિંહ એક ટેલિવિઝન અભિનેત્રી છે દરમિયાન તે માયકા, ઉડાન, દેવો કે દેવ મહાદેવ, વારિસ, ગૃહસ્થી, સસુરાલ સિમર કા અને ઉતરન જેવા કેટલાય જાણીતાં ટેલિવીઝ શૉઝનો ભાગ રહી ચૂકી છે.

આ પણ વાંચો : Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

જણાવીએ કે આ વર્ષે શૉની થીમ હૉરર રાખવામાં આવી છે. આ વખતે આ શૉમાં બે જુદાં જુદાં ગ્રુપ બનાવવામાં આવશે, જેમાં એક ગ્રુપ ઘોસ્ટનું અને બીજું ગ્રુપ પ્લેયર્સનું રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે ઘોસ્ટ ગ્રુપમાં મેઘના મલિક, પવિત્ર પુનિયા અને મહિકા શર્મા હશે અને પ્લેયર્સ ગ્રુપમાં દેવોલીન, રશ્મિ દેસાઈ, સિદ્ધાર્થ શુક્લા, રાજપાલ યાદવ હશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK