ગૌહર પછી દલજીતે લીધી શેફાલીની ક્લાસ, શું સારી મા બિકિની ન પહેરી શકે?

Published: Nov 12, 2019, 18:41 IST | Mumbai Desk

ગૌહર ખાન પછી સીઝન 13ની એક્સ કોન્ટેસ્ટન્ટ દલજીત કૌરે શેફાલી ઝરીવાલા પર નિશાનો સાધ્યો છે.

બિગ બૉસ 13ની વાઇલ્ડ કાર્ડ કોન્ટેસ્ટન્ટ શેફાલી ઝરીવાલાએ થોડાંક દિવસ પહેલા શૉમાં દેવોલીનાના કપડાં અને તેની વધૂમાંથી બેબ્સ બનવાની વાત પર કંઇક એવી કોમેન્ટ કરી હતી જેને સાંભળીને ગૌહર ખાને તેને ખૂબ સંભળાવ્યું હતું. હવે ગૌહર ખાન પછી સીઝન 13ની એક્સ કોન્ટેસ્ટન્ટ દલજીત કૌરે શેફાલી ઝરીવાલા પર નિશાનો સાધ્યો છે.

દલજીતે શેફાલીને શું કહ્યું?
IWM Buzzને આપેલા ઇન્ટરવ્યૂમાં દલજીતે શેફાલી ઝરીવાલાના દેવોલીનાના કપડાંને લઈને ટારગેટ કરવા પર તેને ઘણું સંભળાવ્યું. દલજીતે કહ્યું, "મને નથી ખબર કે હું શેફાલીની વાત પર કેવી રીતે રિએક્ટ કરું. મને આ સમજાતું નથી કે આજે પણ એક મહિલાના કેરેક્ટરને તેના કપડાં સાથે કેમ જોડવામાં આવે છે. શું એક સારી મા બિકિની ન પહેરી શકે."

 
 
 
View this post on Instagram

Seldom did I know this was the last day in the Bigg boss house. I am going to carry tons of sweet and sour memories. It is an intimidating house with cameras at every corner... not a single place where u could sit without being watched...my favourite corner was the green BB door which had a cosy sitting too. I loved the interiors of the house... artistic to another level. I woke up to miss all my inmates today... missed making breakfast n lunch for all of them while abu Ji would sing to entertain us. The journey was short but I feel I lived a lifetime there. Waking up to high volume music will be missed too... I want to thank the makers of Bigg boss @endemolshineind @viacom18 @colorstv to have given me this playform. I truely believe, I would have contributed a lot if I had stayed further but I think I will leave it to the wisdom of the organisers. Meeting @beingsalmankhan sir is embedded in my heart and I can’t thank him enough for holding my sons hand in humility n simplicity. I learnt a lot sir and I wish to get an opportunity to meet u again. Ur handsome face with the wit you carry is a combination to die for and I m nothing but fortunate to have met u! . . . . . . . . . . Styled by @hemlataa9 With @aashni_s97 @diya.gangar Outfit by @kmbykanikamanchanda

A post shared by Dalljiet Kaur (@kaurdalljiet) onOct 14, 2019 at 7:31am PDT

દલજીતે આ પણ કહ્યું કે સાડી અને સૂટ પહેરવાવાળી બધી જ મહિલાઓ સારી પત્ની અને મા હોય, આ જરૂરી નથી. સૌથી મહત્વની વાત એ છે કે તમે જે પણ પહેરો છો તેને પહેરતી વખતે તમારામાં કૉન્ફિડેન્ટ હોવું જોઈએ. અને હા તે તમારા શરીરને સૂટ થવું જોઈએ.

દલજીતે પોતાની વાત કરતાં કહ્યું, "મેં કેટલાક સમયમાં ઘણું વજન ઘટાડ્યું છે. મને લાગે છે કે બિકિની પહેરવા માટે મારું બૉડી શેપ એકદમ પર્ફેક્ટ છે. જો હું બિકિની પહેરવા માગીશ તો હું પહેરીશ. હું મા છું તો તેનો એ મતલબ નથી કે હું બિકિની પહેરીશ જ નહીં."

દલજીતે આગળ કહ્યું, "ટીવીની બીજી વધૂઓ પણ પોતાના ગ્લેમરસ અવતારથી સંસ્કારી મહિલાઓના લૂકને અપીલિંગ દર્શાવવામાં મુખ્ય રોલ પ્લે કરી રહી છે." શેફાલી પર નિશાનો સાધતા દલજીતે કહ્યું કે તેને લાગે છે કે જે લોકો ટાઇમ સાથે પોતાને બદલી નથી શકતા તેમને ઇગ્નોર કરવું જોઈએ અને થોડોક સમય આપવો જોઈએ.

આ પણ વાંચો : Aarohi Patel: અલબેલી 'આર.જે. અંતરા'ના અનોખા અંદાજ જુઓ તસવીરોમાં...

શેફાલી ઝરીવાલાએ દેવોલીનાને શું કહ્યું હતું?
રવિવારના એપિસોડમાં કાંટા લગા ફેમ ગર્લ શેફાલી ઝરીવાલા દેવોલીનાના ડ્રેસિંગ સ્ટાઇલ અને તેમની વધૂ બની બેબ્સ વાળા કોમેન્ટ પર મજાક ઉડાડ્યો હતો. શેફાલી કહે ચે કે નાના કપડાં પહેરીને કોઈ વધૂમાંથઈ બેબ્સ નથી બન જતી. સ્પષ્ટ દેખાય છે કે કઇ રીતે દેવોલીનાએ પોતાના ડ્રેસિંગ સ્ટાઇલને બદલ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK