Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: શું ખરેખર સલમાને લીધો બિગબૉસ છોડવાનો નિર્ણય

Bigg Boss 13: શું ખરેખર સલમાને લીધો બિગબૉસ છોડવાનો નિર્ણય

24 October, 2019 02:10 PM IST | મુંબઈ ડેસ્ક

Bigg Boss 13: શું ખરેખર સલમાને લીધો બિગબૉસ છોડવાનો નિર્ણય

Bigg Boss 13: શું ખરેખર સલમાને લીધો બિગબૉસ છોડવાનો નિર્ણય


કલર્સ ટીવી પર આવતો ગેમ રિયાલિટી શૉ બિગબૉસ 13 શરૂઆતથી જ ચર્ચામાં છવાયેલો છે. શૉને છેલ્લી ઘણી સીઝન્સથી સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે, પણ હવે લાગે છે કે શૉમાં વધતાં ઝઘડા અને વિવાદોને જોતાં સલમાન પણ હવે લાંબા સમય સુધી આ શૉનો ભાગ નહીં રહી શકે.

તાજેતરમાં જ કલર્સ ચેનલના ઑફિશિયલ અકાઉન્ટ પરથી ગયા વીકએન્ડ કા વારનો પ્રોમો વીડિયો શૅર કરવામાં આવ્યો હતો જેમાં સલમાન ખાન કન્ટેસ્ટન્ટ પર ભડકેલો અને સ્ટેજ છોડીને જતો જોવા મળે છે, જો કે આ ભાગને ઑનએર થયેલા વીકએન્ડ કા વારમાં નહોતો બતાવવામાં આવ્યો. આ પહેલી વાર નથી જ્યારે સલમાને શૉ છોડવાની વાત કરી હોય. આ પહેલા પણ જ્યારે સલમાન ખાનનો સ્વામી ઓમ સાથે વિવાદ થયો હતો ત્યારે પણ સલમાન ઑનસ્ક્રીન ખૂબ જ ભડકી ગયો હતો. પછી સલમાન ખાન શૉ છોડીને ગયો હતો પણ તેણે શૉમાં તરત કમબૅક કર્યું હતું. આજતકના સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે સેલિબ્રિટી હોવાને નાતે સલમાનને નથી ગમતું કે કોઇ તેની સાથે ગેરવર્તાવ કરે, શૉને નેગેટિવ થતા જોઇ સલમાન ખૂબ જ નિરાશા અનુભવે છે જેને તે કન્ટ્રોલ કરવા માગે છે.




રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે સલમાન ખાન આ શૉ નહીં છોડે કારણ કે તેને આ શૉ હોસ્ટ કરવા માટે ખૂબ જ મોટી રકમ ચૂકવવામાં આવી છે, જેના કારણે તે શૉ સાથે જોડાયેલો રહેશે. આ સીઝનમાં આવેલા પારસ છાબરાની ઘણીવાર સલમાન ખાને ક્લાસ પણ લીધી છે. જેના પછી પારસે પણ તેની સાથે પંગો લઇ લીધો છે. વીકેન્ડ કા વાર પછી પારસ છાબરાએ માહિરા શર્માને કહ્યું કે સલમાન સર કા ના મેરે સે જ્યાદા હી ચિડચિડ હૈ, ઇતના હી બુરા લગતા હું તો નિકાલ દો.


આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

સ્પષ્ટ છે કે સલમાન ખાન જ બિગબૉસને પોતાના જ અંદાજમાં આગળ પણ હોસ્ટ કરશે. હવે જોવાનું એ છે કે પારસ અને સલમાન વચ્ચે તેની આ કોમેન્ટની શી અસર થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2019 02:10 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK