બિગ બૉસ બંધ થવાનો ખતરો! સૂચના અને પ્રસારણ મંત્રાલયે માંગ્યો રિપોર્ટ

મુંબઈ | Oct 10, 2019, 17:17 IST

બિગ બૉસ 13 પર બંધ થવાનો ખતરો હોઈ શકે છે. શોના કન્ટેન્ટ મામલે સૂચના અને પ્રસારણ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો છે.

બિગ બૉસનું એક દ્રશ્ય
બિગ બૉસનું એક દ્રશ્ય

પહેલા જ એપિસોડમાં જ બિગ બૉસના કન્ટેન્ટ પર સવાલો ઉઠી રહ્યા છે. દર્શકોનો એક વર્ગ રિયાલિટી શોના કન્ટેન્ટને આપત્તિજનક જણાવી રહ્યા છે.ખાસ કરીને એક બેડ પર 2 પ્રતિસ્પર્ધીઓને સુવડાવવાના નિયમ પર ઘણી આપત્તિ સામે આવી છે. એ બાદ ટ્વિટર પર બિગ બૉસને બૉયકોટ કરવાનો ટ્રેન્ડ પણ ચાલ્યો છે. જે બાદ ટ્વિટર પર બિગ બૉસને બૉયકોટ કરવાનો પણ ટ્રેન્ડ ચાલ્યો. જો કે આ બાદ બિગ બૉસે એક બેડ પર સુવાનો નિયમ બદલાઈ ગયો છે. પરંતુ બિગ બૉસના કન્ટેન્ટ પર વિવાદ ચાલી રહ્યો છે અને સતત લોગ તેના પર પ્રતિબંધ મુકવાની માંગ કરી રહ્યા છે. હવે સૂચના અને પ્રસારણ મંત્રાલયે પણ તેના પર ધ્યાન આપ્યું છે. મંત્રાલયે ટીવી શોના આપત્તિજનક કન્ટેન્ટ પર પ્રસાર ભારતી રિપોર્ટ માંગી છે.

સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે બિગ બૉસનો વિરોધ
ટ્વિટર પર બુધવારે #BanBigBoss ટ્રેન્ડ કરી રહ્યો છે. ગયા અઠવાડિયે શુક્રવારે #જેહાદફૈલાતાબિગબૉસ પણ ટ્રેન્ડ કરી રહ્યું હતું. અલગ અલગ હેશટેગ સાથે લોકો ટ્વીટ કરી રહ્યા છે. આ યૂઝર્સ બિગ બૉસ પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. સલમાન ખાનને પણ નિશાને લેવામાં આવી રહ્યા છે. જો કે કેટલાક યૂઝર્સ કહી રહ્યા છે કે બિગ બૉસમાં કાંઈ ખોટું નથી.

આ પણ જુઓઃ આવા 'ગરબાઘેલા' છે આપણા સેલેબ્સ, નથી ચૂકતા ગરબે રમવાનો એક પણ મોકો

કરણી સેના કરી રહી છે પ્રતિબંધની માંગ
કરણી સેનાએ સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે બિગ બૉસ હિંદૂ સંસ્કૃતિનું અપમાન કરી રહ્યા છે. સાથે જ આ ટીવી શો લવ જેહાદને પ્રમોટ કરી રહ્યું છે. યુવા પેઢીને ભટકાવી રહ્યું છે. કરણી સેનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ પત્ર લખીને બિગ બૉસની સામે કાર્રવાઈ કરવાની માંગ કરી છે. ભાજપના ધારાસભ્ય નંદ કિશોરે પણ સૂચના અને પ્રસારણ મંત્રાલયને પત્ર લખીને બિગ બૉસ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK